ભરૂચ: 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર ગુનેગારને પોક્સો કોર્ટે ફટકારી ફાંસીની સજા

ભરૂચ: વર્ષ 2016માં જંબુસરના પીલુદ્રા ગામે 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરવાના મામલે આજે (ગુરુવારે) ભરૂચ પોક્સો કોર્ટે ઐતિહાસીક ચૂકાદો આપ્યો હતો. ભરૂચ પોક્સો કોર્ટે આ કેસના ગુનેગારને  ફાંસીની સજા ફટકારી છે.

માહિતી મુજબ જંબુસરમાં આવેલાં પિલુદરા ગામે મહાદેવ મંદિરના પુજારીનાં 4 વર્ષનો પુત્ર રોહિત બપોરના સમયે પોતાના ઘરની આસપાસ રમતો હતો. તે દરમિયાન બપોરના સમયે ગામમાં જ રહેતાં શંભુ રાયસિંગ પઢિયાર તેને આઇસક્રીમ ખાવાના બહાને લઇ ગયો હતો. તેને અવાવરું જગ્યાએ લઇ જઈ  તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું અને બાદમાં તેને મોતને ઘટ ઉતાર્યો હતો.

આ ઘટના અંગે વેડચ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીને ગણતરીના  સમયમાં ઝડપી પાડ્યો હતો.

જે કેસનો ચુકાદો આપતા આજે ભરૂચની પોક્સો કોર્ટે ગુનેગાર શંભુ પઢિયારને પોકસોનાં ગુનામાં ફાંસીની સજા સંભળાવી છે.

error: Content is protected !!