સુરતમાં પોલીસ પરવાનગી વગર વિશ્વ હિંદુ પરિષદની રેલી કાઢનાર પટેલો સામે ગુનો નોંધાયો

સુરત, દેશગુજરાત: સુરતના મોટા વરાછા વિસ્તારમાં બનેલી લવજીહાદની ઘટના બાદ તેના વિરોધમાં સહ્નીવારે રાત્રે 10:૦૦ વાગ્યે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ પરવાનગી વગર જ 2000 લોકોની નીકળેલી મહારેલી અંગે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

મોટા વરાછામાં રહેતી પટેલ પરિવારની યુવતીને આસપાસમાં જ રહેતા મુસ્લિમ યુવાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે બાદ આ બને યુવક યુવતી પરત ફર્યા હતા. પરંતુ ફરી એકવખત આ પ્રેમીપંખીડા ભાગી જતા પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ સાથે જ ‘મુસ્લિમ યુવાનને ફાંસી આપો, અમારી દીકરી પરત આપો’ના નારા સાથે શનિવારે મોટા વરાછાના પટેલ પરિવારોએ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં અંદાજે 2000 પટેલો જોડાયા હતા. પટેલ પરિવાર દ્વારા પરવાનગી લેવા માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ હિંદુ-મુસ્લિમ લોકોમાં કોમી તણાવની સ્થિતિ ન સર્જાય તે માટે પૂર સાવચેતીના ભાગરૂપે રેલી માટે પરવાનગી આપવામાં આવી નહોતી. તેમ છતાં પટેલ પરિવારો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળની આગેવાની હેઠળ આયોજિત આ રેલી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. ઉલ્લેખનીય છે કે, પરવાનગી વગર જ આયોજિત આ રેલીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તકેદારીના ભાગરૂપે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ ઘટનામાં અમરોલી પોલીસની પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદેસર મંડળી બનાવી રેલી કાઢવાના મુદ્દે બજરંગ દળના હરેશ રૈયાણી, અરુણ કલાલ, પાસનાં અલ્પેશ કથીરિયા, મહેશ ઉર્ફે માઈકલ, પંકજ સીદ્ધપરા, વિહિપના કલ્પેશ દેવાણી અને સંજયભાઈ સહીત 200 થી વધુના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

લવજેહાદને લઈને સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે પ્રેમીપંખીડાને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં માહિતી મળી કે, પ્રેમીપંખીડા ઔરંગાબાદમાં છે. આ સાથે જ પોલીસની એક ટીમ ઔરંગાબાદ પહોંચીને યુવક અને યુવતીને સુરત પરત લઇ આવી હતી. આ દરમિયાન સુરત પોલીસ કમિશનર દ્વારા બંનેના પરિવારજનોને કમિશનર કચેરી પર બોલાવી બંનેને સમજાવ્યા હતા.

ઔરંગાબાદથી લાવવામાં આવેલી પટેલ યુવતીને હાલ નારી સરંક્ષણ ગૃહમાં અને યુવકને માલેગાંવ મોકલી દેવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

error: Content is protected !!