બટાટાનું અથાણું

સામગ્રી :

બટેટા : ૧ કિલો
રાઇનાં કુરિયાં : ૧૨૫ ગ્રામ
તેલ : ૧૨૦ મિલી
મીઠું-મરચું-હળદર : પ્રમાણસર

બનાવવાની રીત :

સૌ પહેલાં બટેટા બાફીને છોલી લો. મોટા ટુકડા કરો. રાઇનાં કુરિયાંને પાણીમાં ખૂબ ફીણો અને તેમાં તેલ નાંખીને હલાવો. મરચું, હળદર, મીઠું નાંખીને ભેળવો. બટેટાને તેમાં રગદોળી લો. બરણીમાં ભરો. આ ટૂંક સમય માટેનું જ અથાણું છે.

error: Content is protected !!