બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના હેડ કવાર્ટરનું વીજ જોડાણ કપાયું

પાલનપુર, દેશગુજરાત: બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયનું પાવર કનેક્શન કાપવામાં આવ્યું છે.    1170 રૂપિયાનું બાકી નીકળતા વીજળીના બિલની ચુકવણી નહીં કરતા વીજ જોડાણ કાપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ટેલીફોનના બિલની ચુકવણી નહીં કરવાને કારણે આ ઓફિસનું ટેલિફોન કનેક્શન પણ કાપવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં આ મહીને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ યોજાવાની છે.

error: Content is protected !!