જૂનાગઢમાં 9 થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર શિવરાત્રીના મેળાને લઈ તંત્રએ આરંભી તૈયારી

જૂનાગઢ: 9 થી 13 ફેબ્રુઆરી સુધી યોજાનાર મહા શિવરાત્રીના મેળામાં આવનાર લાખો યાત્રિકો માટે તળેટીમાં વિવિધ સુવિધા જળવાય રહે તે માટે આજે (રવિવારે) તળેટીમાં મહાનગર પાલિકાની ઝોનલ ઓફિસમાં કલેકટર ડૉ. રાહુલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી. આ મીટીંગમાં કલેકટર ડૉ. રાહુલ ગુ્પ્તાએ મહાનગર પાલિકાના અધિકારીઓને મેળા દરમ્યાન તળેટીમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે માઇક્રો પ્લાનીંગ કરી લેવા સુચના આપી હતી. પોલીસ વિભાગ દ્વારા પુરતો બંદોબસ્ત અને રવેડી દરમ્યાન શ્રધ્ધાળુઓને કોઇ અગવડતા ન પડે તેની તકેદારી રાખવા સુચના આપવામાં આવી હતી. મેળામાં આવનાર યાત્રીકને મેડીકલની ઇમરજ્નસી સેવા મળી રહે તે માટે દવાખાના અને જરુરી દવા અને સાધનો તેયાર રાખવા જણાવવામાં આવ્યું હતું. આ મીટીંગમાં મ્યુનિસિપલ કમિશનર વી.જે. રાજપુત, અધિક કલેકટર પી.વી.અંતાણી, મેળા અધિકારી અને નાયબ કલેકટર જવલંત રાવલ, એસીએફ ખટાણા, ડીવાયએસપી રાણા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!