મહિલા અંગે કરેલી ટીપ્પણીને લઈને ગુજરાત ભાજપા મહિલા મોરચાના પ્રમુખે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

ગાંધીનગર: ભાજપા મહિલા મોરચાના પ્રમુખ ડૉ. જ્યોતિબેન પંડ્યાએ ગુજરાત રાજ્યમાં આવીને નારીશક્તિનું અપમાન કરનાર કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીને ગુજરાતની જનતા જનાર્દનની માફી માંગવા અને ગુજરાતને વિભાજીત કરવાના કારસાઓ રચવાથી દૂર રહેવા ચેતવણી ઉચ્ચારી છે.

રાહુલ ગાંધીએ ૧૯૨૫થી જે સંગઠન રાષ્ટ્રસેવામાં કાર્યરત છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર.એસ.એસની કાર્યપધ્ધતિ તેમજ વિવિધ
સંગઠનો પરત્વેનું પોતાનું અજ્ઞાન પ્રગટ કર્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ૧૯૩૬ થી મહિલાઓ માટે રાષ્ટ્રીય સેવિકા સમિતિ નામનું સંગઠન રાષ્ટ્રસેવામાં કાર્યરત છે તેની જાણકારી મેળવીને પોતાનો પ્રચાર પ્રસાર કરે, ખોટી, જુઠ્ઠી, માહિતી વગરની વાતો પ્રજાસમક્ષ મુકીને પોતાના અજ્ઞાનનું પ્રકટીકરણ ન કરે.

કોંગ્રેસના આગેવાન જ્યારે ગુજરાત છોડી રહ્યા છે ત્યારે, ભાજપ સંગઠન અને સરકારની નારીશક્તિ કલ્યાણ માટેની કેટલીક વાતો
જાણતા જાય અને પોતાનું જ્ઞાન પાકું કરતા જાય. કોંગ્રેસ અને રાહુલ ગાંધી એ વાતને ધ્યાનમાં રાખે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલાઓને સ્થાન આપી વહીવટમાં ભાગીદાર બનાવવાનું મહત્વનું સન્માન ગુજરાતની ભાજપા સરકારે કર્યુ છે.

કોંગ્રેસ સંગઠનમાં ૩૩ ટકા મહિલાઓ છે ? ભાજપામાં ૩૩ ટકા મહિલાઓને સંગઠનમાં સ્થાન છે. તમામ સ્તર પર હોદ્દેદાર છે.

–  ભાજપાના ૨૬ માંથી ૪ મહિલા સાંસદો ગુજરાતમાં છે.
– ભાજપામાં ૧૨ મહિલા ધારાસભ્યો છે
– ૩૩ ટકા મહિલાઓને પોલીસ ભરતીમાં અનામત છે.
– ગર્ભાશય કેન્સર – સ્તન કેન્સર તપાસ અને ઓપરેશન ફ્રી થાય છે
–  લાકડા સળગાવી ધુણી લેતી બહેનોને ઉજ્જવલા યોજના થકી ગેસ ભાજપા સરકારે આપ્યા છે
– દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા રોજગાર મેળા, મહિલા જી.આઇ.ડી.સી.

આ તો કેટલીક ઝાંખી તમને આપી છે, યુ.પી.એ.ના શાસન વખતે ૧૦ વર્ષ સોનિયાગાંધી ચેર પર્સન રહ્યા, ત્યારે ૩૩ ટકા ધારાસભા-લોકસભા મહિલાઓને અનામત માટે શું કર્યુ ? દિલ્હી જઇને તમારા અધ્યક્ષને આટલું પુછવાનો પડકાર પણ મહિલાઓએ ફેંક્યો છે
ગુજરાતમાં આર્થિક, સામાજીક, પારિવારિક તમામ ક્ષેત્રે મહિલાશક્તિ અગ્રેસર બની છે તે તમારી જુઠ્ઠી, અજંપો ઉભો કરનારી
વાતોથી ભરમાવાની નથી તે જાણતા જાવ અને જ્ઞાન પાકું કરતા જાવ.

error: Content is protected !!