એક જ સંગઠનના હશે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, પરિવર્તનવાળા વર્ષ હશે 2017 – 22ના : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, દેશગુજરાત: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ એટલે કે શુક્રવારે ભાજપ-એનડીએના સાંસદોને સંબોધતા વડાપ્રધાન મોદીએ 1942-47ના ગાળાની 2017-22 સાથે સરખામણી કરતા અપેક્ષા દર્શાવી કે, આગામી 5 વર્ષોમાં દેશમાં 1942-47 જેવા જ ફેરફાર જોવા મળશે. કારણ કે, બંને ઉચ્ચ પદ પર એક જ સંગઠન અને પરંપરાઓનું પાલન કરનાર વ્યક્તિ હશે. આંધ્ર પ્રદેશ, આસામ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મણિપુર, તેલંગાણા અને તમિલનાડુના સાંસદ બેઠકમાં હાજર હતા.

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વેકૈયા નાયડુનું સમર્થન કરી રહેલા એનડીએ થતા પક્ષના સાંસદોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ પર બેઠેલા વ્યક્તિ આવનાર 5 વર્ષ સુધી એકસમાન વિચારસરણી ધરાવતા વ્યક્તિ હશે. સ્વતંત્રતા મળ્યા બાદ આ પ્રથમવાર બની રહ્યું છે કે આવો પ્રસંગ આવ્યો છે. એ વાતની પ્રખર શક્યતા છે કે, અાપણે આગામી વર્ષોમાં દેશને ઘણુબધું આપવામાં સક્ષમ રહીશું.

વડાપ્રધાને શુક્રવારે ભાજપના સાંસદોના અમુહને કહ્યું કે, ભારતના રાજકારણના બદલાતા ચહેરાને સમજવા માટે તેઓએ પોતાના કામકાજની શૈલી બદલવી પડશે. મોદીએ પોતાના નિવાસસ્થાન પર 8 રાજ્યોના ભાજપના સાંસદો સાથે મુલાકાત કરી અને તેઓને સરકારની વિવિધ યોજનાઓ જેવી કે નાણા, પાક વીમો અને જમીન આરોગ્ય કાર્ડના લાભો અંગે જાણકારી આપી. એક સત્તાવાર નિવેદનમાં મોદીએ કહ્યું કે, તેઓએ ભારતીય રાજકારણના બદલાતા ચહેરાને સમજવા માટે કામકાજની શૈલીમાં ફેરફાર કરવા પડશે. બેઠકમાં સાંસદોએ દક્ષિણી રાજ્યોમાં હાલમાં ભાજપ અને આરએસએસ કાર્યકરો પર થયેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

મોદીએ પોતાના વક્તવ્યમાં શાસક પક્ષના સાંસદોએ ક્રીપ્ટોકરેંસી બીટકોઈન અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, તેના પર નીતિ માર્ગદર્શન અને સૂચનોની જરૂરીયાત છે. સાંસદોએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ ઉજ્જ્વલા અને કૌશલ વિકાસ પર પણ પોતાના સૂચનો આપ્યા. પૂર્વીય રાજ્યના સાંસદોએ વિસ્તારમાં પૂર દરમિયાન તાત્કાલિક રાહત પહોંચાડવા માટે મોદીનો આભાર માન્યો હતો. સંસદના હાલના ચોમાસુ સત્ર દરમિયાન પોતાના નિવાસસ્થાન પર મોદીની ભાજપના સાંસદો સાથે નવમી અને છેલ્લી બેઠક હતી.

error: Content is protected !!