પેટ્રોલના ભાવમાં ફરી વધારો, ગુજરાતમાં સૌથી વધુ કિંમત ભાવનગરમાં 82.72 રૂપિયા

નવી દિલ્હી: પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં દિવસેને દિવસે વધારો થતા લોકો હાહાકાર પોકારી ઉઠ્યા છે અને સાથે જ મોંઘવારીએ માજા મૂકી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા પ્રતિ લીટરના પર પહોંચી ગઈ છે, દિલ્હીમાં પેટ્રોલ 80 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાઈ રહ્યું છે. આ સાથે જ દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલના ભાવ

પેટ્રોલના ભાવમાં આજે ફરીથી 9 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, ડિઝલના ભાવમાં કોઈ વધારો કરવામો આવ્યો નથી. આ સાથે જ ગુજરાતના ચાર મોટા રાજ્યોની વાત કરીએ તો, અમદાવાદમાં પેટ્રોલ 81.55 અને ડિઝલ 79.28 રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે. બીજી તરફ જૂનાગઢમાં પેટ્રોલ રૂ.82.23, ડીઝલ રૂ. 80.38, ભાવનગરમાં પેટ્રોલ રૂ.82.72, ડીઝલ રૂ. 80.43 , સુરતમાં પેટ્રોલ રૂ.81.56, ડીઝલ રૂ. 79.41, જામનગરમાં પેટ્રોલ 81.42, ડીઝલ રૂ.79.07, રાજકોટમાં પેટ્રોલ રૂ.81.36, ડીઝલ રૂ. 79.20 અને વડોદરામાં પેટ્રોલ 81.31 અને ડિઝલ 79.14ની કિંમતે પેટ્રોલ વેચાઈ રહ્યું છે.

પેટ્રોલના ભાવ વધવાની સાથે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધતા હોય છે. સૌથી પહેલી અસર શાકભાજીના ભાવ પર જોવા મળતી હોય છે. આમ, મોંઘુ પેટ્રોલ પુરાવીને પુરૂષોનું તો મોંઘવારી વધવાને કારણે મહિલાઓનું બજેટ ખોરવાય રહ્યું છે.

error: Content is protected !!