ભાવનગર: રંઘોળા અકસ્માતમાં મૃતકોના પરિવારને 2 લાખની સહાયની વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

ભાવનગર: ભાવનગરના રંઘોળામાં સર્જાયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 38 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને અગાઉ મુખ્યમંત્રી રૂપાણીએ મૃતકોના પરિવાર માટે 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી સહાયની જાહેરાત બાદ  મુખ્યમંત્રી રૂપાણીએ સહાય બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.

error: Content is protected !!