વડાપ્રધાન મોદી અને આબેએ લીધી સીદી સૈયદની જાળીની મુલાકાત

અમદાવાદ, દેશગુજરાત: જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેનું અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી રોડશો યોજી આબે અને મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. જે બાદ બંને નેતા વિશ્વ પ્રસિદ્ધ સીદી સૈયદની જાળી નિહાળવા પહોંચ્યા હતા.

સીદી સૈયદની જાળી નિહાળવા જાપાનના વડાપ્રધાન આબે અને તેમની પત્ની એકી આબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીદી સૈયદની જાળીના નક્શીકામના બેજોડ નમૂના અંગે માહિતગાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જાપાનના વડાપ્રધાન આબે ગુજરાતની મુલાકાત દરમિયાન સીદી સૈયદની જાળીની મુલાકાત લેવાના હોવાથી જાળીને સોનેરી લાઇટોથી ઝળહળતી કરવામાં આવી હતી.

 

સીદી સૈયદની જાળીની મુલાકાત બાદ બંને નેતા રાત્રી ભોજન માટે અગાશીએ હોટલ જવા રવાના થયા હતા.

Related Stories

error: Content is protected !!