આસિયન સમિટમાં હાજરી આપવા ફિલિપાઇન્સ પહોંચ્યા વડપ્રધાન મોદી

નવી દિલ્હી, દેશગુજરાત: આસિયન સમિટમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ફિલિપાઇન્સ પહોંચ્યા છે. જ્યાં તેઓ ભારત- આસિયન સમિટ સહિત વિવિધ દ્વિપક્ષી અને બહુપક્ષીય કાર્યક્રમોમાં ભાગ લેશે.

એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ (એએસઈએએન – આસિયન) સમિટમાં ભાગ લેવા માટે પ્રસ્થાનની પૂર્વસંધ્યાએ વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત- આસિયન સમિટમાં ભાગ લેવા ફિલિપાઇન્સની તેમની મુલાકાત એશિયાના સભ્ય રાષ્ટ્રો અને ‘ઍક્ટ ઇસ્ટ પોલીસી’ ના ભાગ રૂપે ભારત-પેસિફિક પ્રદેશ સાથેના જોડાણને મજબૂત કરવાનું દેશની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.

આસિયન -ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા ઉપરાંત, આસિયનની 50મી વર્ષગાંઠની ખાસ ઉજવણીમાં પણ ભાગ લેશે, પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઈપી) નેતાઓની બેઠક અને આસિયન  વ્યાપાર અને રોકાણ સમિટમાં પણ ભાગ લેશે.

શનિવારે વડાપ્રધાને એક નિવેદનમાં કહ્યું હતું કે, ” આસિયન સભ્ય રાજ્યો સાથેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતા પ્રતીકરૂપ છે.

મોદીએ કહ્યું હતું કે, તેઓ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ  રોડરીગો ડ્યુટર્ટ ડુટેટે સાથે દ્વિપક્ષીય બેઠક માટે આતુર છે અને તે અન્ય આસિયન અને પૂર્વ (ઇસ્ટ) એશિયા સમિટના નેતાઓ સાથે પણ વાતચીત કરશે. તેમણે કહ્યું હતું કે, તેઓ ફિલિપાઈન્સમાં ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.

10 સભ્યોનો જૂથ આસિયન અને ભારતની કુલ વસતી 1.85 અબજની છે, જે વૈશ્વિક વસ્તીનો ચોથો ભાગ છે. સંયુક્ત જીડીપી અંદાજ 3.8 ટ્રિલિયન ડૉલરથી વધારે છે. 2015-16માં ભારત અને આસિયન વચ્ચેનો વેપાર 65.04 અબજ ડોલરનો હતો અને  જેમાં ભારતનો કુલ વેપાર 10.12 ટકા જેટલો છે.

error: Content is protected !!