વડાપ્રધાન મોદીએ રેણુકા ચૌધરી વિષે કરેલી ટીપ્પણીએ સાંસદોને ખડખડાટ હસાવ્યા

નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (બુધવારે) સંસદના બંને સભાગૃહોમાં ભાષણ આપ્યું હતું. લોકસભામાં વડાપ્રધાનના ભાષણ દરમિયાન કોંગ્રેસે હંગામો કર્યો હતો. આ સાથે જ રાજ્યસભામાં પણ વડાપ્રધાન મોદી પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન  વડાપ્રધાન મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સીનિયર નેતા રેણુકા ચૌધરી જોર-જોરથી (મોટા અવાજે) હસી રહ્યા હતા. જેને લઈને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડૂએ રેણુકા ચૌધરીને ટોકવાની સાથે તેને ચેતવણી પણ આપી હતી.

જોકે, આ દરમિયાન વડાપ્રધાન મોદીને રમુજ સુજી અને તેમણે કહ્યું કે, ‘અધ્યક્ષ હું તમને વિનંતી કરું છું કે તમે રેણુકા ચૌધરીને આ રીતે ટોકો નહીં અને તેને કંઈ ન કહો. કારણ કે, રામાયણ સીરિયલ બાદ આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય આજે મળ્યું છે.’ અહીંયા વડાપ્રધાન મોદીએ પરોક્ષરીતે ઈશારમાં રેણુકાના હસવાને રામાયણકાળની રાક્ષસી સાથે સરખાવી દીધું હતું.

રેણુકા ચોધરી માટેની વડાપ્રધાન મોદીએ કરેલી આ ટિપ્પણીને લઈને સંસદમાં હાજર તમામ સભ્યો ખડખડાટ હસી પડ્યા હતા અને રેણુકા ચૌધરીનું હાસ્ય બંધ થઈ ગયું. રેણુકા ચૌધરી આ ટિપ્પણીનો પ્રત્યુત્તર આપતા કહ્યું કે, ‘વડાપ્રધાન કહે છે કે તેઓ મહિલાઓનું સમ્માન કરે છે, પરંતુ મહિલાઓ પર આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી રહી છે.’

ઉલ્લેખનીય છે કે,  વડાપ્રધાન ડાપ્રધાન મોદીએ જ્યારે કહ્યું કે આધારને કોંગ્રેસ પોતાની યોજના ગણાવે છે. પરંતુ 7 જુલાઈ 1998ના દિવસે આ જ ગૃહમાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, એવું કાર્ડ હશે જે નાગરિકતાની ઓળખનું સબૂત હશે. ત્યારથી જ આધાર કાર્ડની શરૂઆત થઈ. વડાપ્રધાન મોદીએ આ બાબત કહેતા જ રેણુકા ચૌધરીએ સંસદમાં અટ્ટહાસ્ય કર્યું હતું. જે બાદ અધ્યક્ષે તેમને ટોક્યા હતા.

error: Content is protected !!