‘અજેય ભારત, અટલ ભાજપ’ 2019 માટે વડાપ્રધાન મોદીએ આપ્યો નવો નારો, મહાગઠબંધન પર કર્યા પ્રહાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષ સ્થાને દિલ્હીમાં આયોજિત ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનું આજે (રવિવારે) સમાપન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ બેઠકને સંબોધિત કરતા પાર્ટીના નેતા અને કાર્યકરોને ‘અજેય ભારત, અટલ ભાજપ’નો નારો આપ્યો હતો. બેઠકમાં 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને પક્ષની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ બેઠકમાં કહ્યું કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડકાર આપવામાં વિપક્ષ સક્ષમ નથી. તેમણે  ઉમેર્યું કે, “આગામી 50 વર્ષ સુધી અમને કોઈ પડકારી શકશે નહીં. કારણ કે તેઓ મુદ્દા પર નહીં પરંતુ જુઠ્ઠાણાના આધારે લડાઈ લડી રહ્યાં છે. અમે નીતિઓ આધારિત લડાઈ લડવા તૈયાર છીએ પરંતુ જુઠ્ઠાણા સામે કેવી રીતે લડવું તે અમે જાણતા નથી.”

Image may contain: one or more people

કારોબારી બેઠકમાં વડાપ્રધાન મોદીએ કરેલા સંબોધનની માહિતી આપતાં કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન રચવાના વિપક્ષના પ્રયાસો પર પ્રહાર કરતાં વડાપ્રધાને મોદીએ કહ્યું કે મહાગઠબંધનમાં નેતૃત્વનું કોઈ ઠેકાણું નથી. તેમની નીતિઓ સ્પષ્ટ નથી અને તેમની નિયત ભ્રષ્ટ છે.

Image may contain: 12 people, people smiling, crowd

મંત્રી જાવડેકરે લોકસભાની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, મોદી સરકાર ફરી સત્તામાં આવશે. વિપક્ષ પાસે નેતા, નીતિ કે રણનીતિનો અભાવ છે. તેથી એજન્ડા વગરનો વિપક્ષ હતાશામાં ગરકાવ થઈ નકારાત્મક રાજનીતિ કરી રહ્યો છે. જ્યારે વડા પ્રધાન મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે. વિપક્ષનો એકમાત્ર એજન્ડા વડા પ્રધાન મોદીને સત્તા પરથી હટાવવાનો છે.

Image may contain: 2 people, crowd

error: Content is protected !!