વડાપ્રધાન મોદી રવિવારે ડભોઈમાં: નર્મદા ડેમના રાષ્ટ્રાર્પણને લઈને તડામાર તૈયારીઓ, જાહેરસભા માટે જર્મન સ્ટ્રકચરનો શમિયાણો તૈયાર

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી તારીખના ડભોઈ કોલેજ મેદાન ખાતે યોજાયેલા નર્મદા મહોત્સવની પુર્ણાહૂતિ પ્રસંગે ઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધન કરશે. વડાપ્રધાનને આવકારવા નર્મદા ડેમ સાઈટને રંગબિરંગી લાઈટોથી શણગારવામાં આવશે. આ મહોત્સવને ઐતિહાસિક બનાવવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.

ડભોઈના કોલેજ મેદાન ખાતે જર્મન સ્ટ્રકચરનો શમિયાણો તૈયાર થઈ રહ્યો છે. આ શમિયાણામાં 1.50 લાખથી વધારેની જનમેદની બેસી શકે તે માટેની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ પ્રસંગે 9 રાજયોના મુખ્યમંત્રીઓ હાજર રહેનાર હોઈ તેઓના હેલિકોપ્ટર માટેના 7 હેલિપેડ બનાવ્યા છે. સભા સ્થળની ભવ્ય તૈયારીઓમાં 1500 થી વધારે માણસો અને ટેકનિશિયનો કામે લાગ્યા છે. આગ, પાણી, કે હવાને અસર  ન કરી શકે તેવો જર્મન સ્ટ્રકચરનો 72000 સ્કેવર મીટરના મોટા શમિયાણામાં 4200 પંખા, પાંચ ટેન્ટ તથા 42 એલઈટી ટીવી, 100 એસી, 2000 લાઈટો માટેની તૈયારીઓમાં એમજીવીસીએલ દ્વારા જુદી જુદી જગ્યાએ 20 ટ્રાન્સફોર્મર મુકાયા છે.

 

આ દિવસે નર્મદા ડેમ પર નર્મદા માતાજીની પૂજા કરવાના હોય જેની તડામાર તૈયારીઓ કેવડિયા ખાતે ચાલી રહી છે. સુરતની એક એજન્સીને ડેમને રંગબિરંગી લાઈટોથી શણગારવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે, જે એજન્સીના કામદારોએ કેવડિયામાં ધામા નાખ્યા છે, ડેમ સાથે સ્ટેચ્યૂની કામગીરી, સર્કિટ હાઉસ અને રેવા ભવન પણ શણગાર કરશે.

17મી સપ્ટેમ્બર રવિવારે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત વીવીઆઈપીઓ, સાધુ સંતો નર્મદા ડેમ પર આવવાના છે અને નર્મદા અષ્ટકમથી લઈ 30 મિનિટ પૂજા કરશે. નરેન્દ્ર મોદી નર્મદા માતાજીને ચુંદડી અને શ્રીફળ અર્પણ કરશે. જોકે તાજેતરમાં કેવડિયા કોલોનીના માર્ગો રેવા ભવન, સર્કિટ હાઉસ અને નર્મદાંના હેલિપેડો પર પણ લાઈટિંગ કરવામાં આવશે ર

error: Content is protected !!