વડાપ્રધાન મોદીએ જૂનાગઢમાં જીએમઈઆરએસ હોસ્પિટલ સહિતનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ગુરુવારે) ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન આજે સવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ વલસાડના જૂજવા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં વડાપ્રધાન મોદીએ 586 કરોડની સિંચાઇ યોજનાનું ખાતમુહુર્ત કરી સભા સંબોધી હતી. તેમણે 1 લાખ 17 હજાર જેટલાં આવાસોનું લોકાર્પણ કર્યું હતું.

વલસાડથી નીકળી વડાપ્રધાન મોદી જૂનાગઢ પહોંચ્યાં હતાં. અહીં તેમણે જૂનાગઢમાં રૂ.249 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી  નવી સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કૃષિમંત્રી આર.સી.ફળદુ સહિતનાં નેતા હાજર રહ્યાં છે. અહીં વડાપ્રધાન મોદીને સ્મૃતિ ચિહ્ન ભેટ આપવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, “હું બીજી વખત જુનાગઢ આવ્યો છું. સમગ્ર ગુજરાતની યાત્રા કરવાનો મને અવસર મળ્યો. ગિરનારનો સાદ એવો છે કે જાણે અહીં તો આપણાપણું લાગે. જુનાગઢનાં જુના મિત્રોને જોઇ મને આનંદ આવ્યો. રક્ષાબંધન પૂર્વે બહેનોને પોતાનું ઘર મળ્યું. મને આવતી કાલનાં ગુજરાતનાં દર્શન થાય છે. આપણો દેશ બદલાઇ રહ્યો છે. ગીરનાં જંગલમાં એક મતદાર માટે ચૂંટણી પંચ ત્યાં પણ પહોંચે છે. નરસિંહ ભાઇને સ્મરણ કરું છું. વલસાડમાં અદભૂત કાર્યક્રમ કર્યો. જૂનાગઢનાં જીવનમાં મેડિકલ કોલેજ એ કેન્દ્ર બિંદુ બની.”

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, “70 વર્ષ પહેલા જો કામ થયાં હોત તો દેશ બીમાર ન હોત. ડબ્લ્યુએચઓનાં રિપોર્ટ પ્રમાણે સ્વચ્છતાનાં કારણે 3 લાખ બાળકોને બચાવી શક્યાં. આવતી કાલનાં સ્વસ્થ ગુજરાતનું સપનું છે. ” તેમને ઉમેર્યું કે, “25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળનો જન્મ દિવસ છે. 25 સપ્ટેમ્બરથી આયુષ્યમાન ભારત યોજના શરૂ થશે.10 કરોડ પરિવારને આરોગ્ય સુવિધા આપવાનો હેતુ છે. ભારતમાં 1.50 લાખ આરોગ્ય ધામ નિર્માણની યોજના મળશે.

જૂનાગઢમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ભીખુદાન ગઢવીનાં હાલચાલ પૂછ્યાં હતા તેમજ ભાજપનાં કાર્યકર નારસિંહ પઢિયારને યાદ કર્યા હતા.

Related Stories

error: Content is protected !!