વડાપ્રધાન મોદીએ એસસી-એસટી મંડળના આગેવાનો સાથે સંવાદ કર્યો

અમદાવાદ, દેશગુજરાત: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ આજે(ગુરુવારે) સાંજેથી બંધ થઇ જશે. જેને લઈને દરેક રાજકીય પક્ષોના પ્રચાર કાર્યક્રમોની આજે ભરમાર જોવા મળી રહી છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ આજે ભાજપના એસસી/એસટી મોર્ચાના કાર્યકરો સાથે ઓડીયો બ્રિફ કોલ કર્યો હતો. ભાજપના કર્ણાવતી કાર્યાલય,ખાનપુર આ કાર્યક્રમ યોજાયો હતો.   વડાપ્રધાન મોદી શુક્રવારે ભાભર, કલોલ, હિંમતનગર, અમદાવાદના નિકોલમાં જાહેર સભા સંબોધશે.

 

error: Content is protected !!