વડાપ્રધાન મોદી 19 નવેમ્બરે કરશે કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન

ગુરુગ્રામઃ  કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ-વેનું 19 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુલ્તાનપુર ગામથી ઉદ્ઘાટનકરવામાં આવશે. હરિયાણાનાં પીડબલ્યૂડી મિનિસ્ટર રાવ નરબીરે આ અંગેની માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા લાંબા સમયથી ગુરૂગ્રામ સિટી બહારનાં વાહનોને કારણે ટ્રાફિક જામ અને પ્રદુષણ જેવી સમસ્યા તોળાઈ રહી છે. પરંતુ હવે ગણતરીના દિવસોમાં જ કેએમપી ઉદ્ઘાટન કરાયા બાદ આ સમસ્યામાંથી છુટકારો મળશે.

આ એક્સપ્રેસ – વેના ઉદ્ઘાટનની સાથે ગુરૂગ્રામની અંદાજે એક ડઝનથી વધુ નવી યોજનાઓની આધારશિલા મુકવામાં આવશે. નોંધનીય છે કે, આ ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને 11 નવેમ્બરનાં રોજ યોજાનાર મુખ્યમંત્રી રેલીને પણ રદ કરી દેવામાં આવી છે.

error: Content is protected !!