‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, વૈજ્ઞાનિક સંશોધનો ખુબ જરૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી રવિવારે 41મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશની જનતાનું સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ અગામી તહેવાર હોળીને લઈને કહ્યું હતી કે, ” હોળીના તહેવારની તમામને રંગબેરંગી શુભેચ્છાઓ. લીલાછમ ખેતરો અને કેરીનું આગમન તે માર્ચ મહિનાની શોભા છે. આ મહિનો હોળીના પર્વથી પણ ઓળખાય છે. હોળી પ્રગટાવીને બુરાઈઓને સળગાવવાની છે. આ તહેવાર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે.”

28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડેથી પહેલાં વિજ્ઞાનની વાત વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ” ક્યારેય આપણે વિચાર્યું છે કે પાણી રંગીન કેમ થઈ જાય છે? આ પ્રશ્નએ ભારતના એક મહાન વૈજ્ઞાનિકને જન્મ આપ્યો. ડૉ.સીવી રમન પ્રકાશકે પ્રકીર્ણન માટે નોબલ પ્રાઈઝ આપ્યું છે. 28 ફેબ્રુઆરીએ જ તેઓએ આ શોધ કરી હતી. આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે.” ભારતીય વૈજ્ઞાનિક સીવી રમન અને જગદીશચંદ્ર બોઝની ઉપલબ્ધિઓ  ગણાવવાની સાથે વડાપ્રધાન મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ખાસિયતો પણ જણાવી. આ ઉપરાંત તેઓએ લાઈટ બલ્બની શોધ અને તેમાં વારંવાર અસફળ રહેનારા એડિસનનીપણ વાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જીવનને વધુ સહેલું બનાવે છે. હવે ન બોલાનરો શખ્સ પણ બોલી શકે છે. કોઈપણ મશીન તેવું જ કામ કરશે જેવું આપણે ઈચ્છીશું. પરંતુ તે આપણે નક્કી કરવાનું છે કે આપણે તેમની પાસેથી કેવું કામ લઈશું.”

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, “આ વખથે બજેટમાં બાયો ગેસની ચર્ચા થઈ. ગોવર્ધન યોજાનાની વાત કહેવામાં આવી છે. ભારતમાં ગોબરનું ઉત્પાદન રોજ 30 લાખ ટન છે. અનેક દેશ અપશિષ્ટનો ઉપયોગ કરે છે, પરંતુ ભારતમાં આવું નથી. પરંતુ હવે આપણે આ દિશામાં આગળ વધી રહ્યાં છીએ. કચરાનો બાયો ગેસ બનાવવા માટે ઉપયોગ કરી રહ્યાં છીએ.”

4 માર્ચે વર્લ્ડ સેફ્ટી ડે પહેલાં વડાપ્રધાન મોદીએ દૂર્ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેઓએ કહ્યું કે આપણી સતર્કતા દૂર્ઘટનાઓને રોકી શકે છે. આ ઉપરાંત વડાપ્રધાને સંકટ સમયના પ્રબંધન બીઆઈએમએસટીઈસીના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે, બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભૂટાન અને નેપાળ આ દેશોએ એક સંયુક્ત આપદા પ્રબંધનનો અભિયાસ કર્યો, જે પ્રથમ અને એક મોટો માનવીય પ્રયોગ હતો.

8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય છે. આ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહિલા દિવસે ઉદાહરણ પુરૂ પાડનારી મહિલાને સન્માનિત કરવામાં આવે છે.આજે મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી સૌની છે. કૌશલ્યાનંદન, કુંતીપુત્રથી જ દીકરાઓની ઓળખ થાય છે. નારીઓએ જ દેશને આગળ લઈ જવાનું કામ કર્યું છે. તેમની આર્થિક-સમાજિક ક્ષેત્રમાં ભાગીદારી રહી છે”

સત્યેન્દ્રનાથ બોઝનાં નામ પર તો પ્રખ્યાત પાર્ટીકલ ‘બોસોન’ નું નામકરણ પણ કરાયું. તાજેતરમાં જ મને મુંબઇના એક કાર્યક્રમમાં હાજર રહેવાનો અવસર મળ્યો – વાધવાની ઇન્સ્ટિટ્યૂટ ફોર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદઘાટન માટે. વિજ્ઞાનના ક્ષેત્રમાં જે ચમત્કારો થઇ રહ્યાં છે, તે વિષે જાણવું ઘણું રસપ્રદ હતું. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી રોબોટ્સ, બોટ્સ અને સ્પેસિફિક ટાસ્ક કરવાવાળા મશીનો બનાવવામાં સહાયતા મળે છે. આજકાલ મશીનો સેલ્ફ લર્નિંગથી પોતાના ઇન્ટેલિજન્સને વધુને વધુ સ્માર્ટ બનાવી રહી છે. આ તકનિકનો ઉપયોગ ગરીબો, વંચિતો અથવા જરૂરીયાતમંદોના જીવનને બહેતર બનાવવાના કામમાં આવી શકે છે. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના એ કાર્યક્રમમાં મેં વૈજ્ઞાનિક સમુદાયને આગ્રહ કર્યો હતો કે દિવ્યાંગ ભાઇઓ અને બહેનોના જીવનને સુગમ બનાવવા માટે, કેવી રીતે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સથી મદદ મળી શકે છે. શું આપણે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પ્રાકૃતિક સંકટો વિષે વધુ ચોક્કસ અનુમાન લગાવી શકીએ છીએ ? ખેડૂતોને પાક ઉપજ બાબતે કોઇ મદદ કરી શકીએ છીએ ? શું આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ સ્વાસ્થ્ય સેવાઓને સુલભ બનાવવા અને આધુનિક રીતે બિમારીઓનો ઇલાજ કરવામાં સહાયક બની શકે છે?

વડાપ્રધાન મોદીએ કહ્યું, “હું ન્યૂઝમાં જોઈ રહ્યો હતો કે એલીફૅન્ટા દ્વીપના ત્રણ ગામોમાં સ્વતંત્રતાના 70 વર્ષ પછી વીજળી પહોંચી છે અને તેના લીધે ત્યાંના લોકોમાં કેટલો બધો હર્ષ અને ઉત્સાહ છે. તમે બધા સારી રીતે જાણો છો કે એલીફેન્ટા દ્વીપ, મુંબઈથી સમુદ્રમાં દસ કિલોમીટર દૂર છે. તે પર્યટનનું એક ઘણું મોટું અને આકર્ષક કેન્દ્ર છે. એલીફૅન્ટાની ગુફાઓ, યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ છે. ત્યાં દરરોજ દેશવિદેશમાંથી બહુ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. એક મહત્ત્વપૂર્ણ પર્યટનનું કેન્દ્ર છે. મને એ વાત જાણીને આશ્ચર્ય થયું કે મુંબઈની નજીક હોવા અને પર્યટનનું આટલું મોટું કેન્દ્ર હોવા છતાં, સ્વતંત્રતાનાં આટલાં વર્ષો સુધી એલીફૅન્ટામાં વીજળી નથી પહોંચી. 70 વર્ષો સુધી એલીફૅન્ટા દ્વીપનાં ત્રણ ગામ રાજબંદર, મોરબંદર અને સેતબંદર, ત્યાંના લોકોની જિંદગીમાં જે અંધારું છવાયેલું હતું, ત્યાં છેક હવે અંધારું હટ્યું છે અને તેમનું જીવન પ્રકાશમય બન્યું છે. હું ત્યાંના પ્રશાસન અને જનતાને અભિનંદન આપું છું. મને આનંદ છે કે હવે એલીફૅન્ટાના ગામ અને એલીફૅન્ટાની ગુફાઓ વીજળીથી પ્રકાશિત થશે. આ માત્ર વીજળી જ નહીં, પરંતુ વિકાસના દોરની એક નવી શરૂઆત છે. દેશવાસીઓનું જીવન પ્રકાશમય હોય, તેમના જીવનમાં ખુશીઓ આવે, તેનાથી વધુ સંતોષ અને ખુશીની પળ બીજી કઈ હોઈ શકે.”

error: Content is protected !!