વડાપ્રધાન મોદી ચીનના બે દિવસીય પ્રવાસ પર, રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે કરી અનૌપચારિક મુલાકાત

વુહાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના બે દિવસીય પ્રવાસ પર છે. તેમણે ચીનના વુહાનમાં શુક્રવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક મુલાકાત બાદ વુહાન પ્રાંતીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન મોદી જે સમયે મોદી સંગ્રહાલયમાં ચીનની ઐતિહાસિક વસ્તુઓને જોઇ રહ્યા હતા, તેમાં કેટલાક ઢોલ અને ડ્રમ પણ હતા. જેને વગાડવા માટે તેઓ લલચાયા હતા. બાદમાં વડાપ્રધાને ઢોલ વગાડ્યા હતા અને ચીની રાષ્ટ્રપતિ તેમની નજીક ઉભા રહીને જોઈ રહ્યા હતા.

વુહાનમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ચીની મીડિયા સાથે ચર્ચા કરતા શી જિનપિંગે કહ્યું કે, “આ વસંતની મોસમ છે અને તે ઘણી મહત્વની છે. વસંતનાં મહિનામાં કોઇની પણ સાથે મુલાકાતને ઘણી ખાસ માનવામાં આવી રહી છે. આ મુલાકાતથી બંન્ને દેશનાં સંબંધો વધારે મજબુત બનશે.”

 

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ જિનપિંગને કહ્યું કે, “ભારતના લોકો એ વાત પર ગર્વ મહેસૂસ કરે છે કે હું પહેલો વડાપ્રધાન છું, જેને તમે રાજધાનીની બહાર આવીને લેવા આવ્યા છો.” ડેલિગેશન સ્તરની બેઠક બાદ મોદીએ કહ્યું કે “જો 2019મા આવી બેઠકનું આયોજન ભારતની ધરતી પર થાય તેવી તક મળે તેની આશા છે. આપણા પર દુનિયાની 40 ટકા વસતી માટે કામ કરવાની જવાબદારી છે. તેનો મતલબ છે દુનિયાને ઘણી બધી મુશ્કેલીઓમાંથી આઝાદ કરવા.”

error: Content is protected !!