ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ દિલ્હી પહોંચતા વડાપ્રધાન મોદીએ કર્યું સ્વાગત, 17મી જાન્યુઆરીએ આવશે ગુજરાતની મુલાકાતે

નવી દિલ્હી: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દિલ્હી પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું દિલ્હી એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નેતન્યાહુ 5 દિવસના ભારત પ્રવાસ પર છે, જેમાં તેઓ વડાપ્રધાન મોદી સાથે એક દિવસ 17 જાન્યુઆરીએ ગુજરાત મુલાકાતે આવવાના છે. 15 વર્ષ બાદ કોઈ ઈઝરાયલી વડાપ્રધાન ભારતના પ્રવાસે આવ્યા છે. અગાઉ 2003માં વડાપ્રધાન એરિયલ શેરૉન ભારત આવ્યા હતા. આ ઈઝરાયલી વડાપ્રધાનની કોઈ દેશની સૌથી લાંબી યાત્રા ગણાવવામાં આવી રહી છે. નેતન્યાહુની આ યાત્રા ભારત-ઈઝરાયલની મિત્રતાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ કે, યુએનમાં ભારતે જેરુસલેમને પાટનગર જાહેર કરવાના વિરોધમાં વોટિંગ કર્યુ હતું.

મોદી, નેતન્યાહુ વચ્ચે સોમવારે હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાશે. તેમાં પેલેસ્ટાઈન, જેરુસલેમ, મિડલ ઈસ્ટ વિવાદ વગેરે મુદ્દે ચર્ચા થઇ શકે છે. નેતન્યાહુ આમદાવાદની સાથે આગરા અને મુંબઈની મુલાકાત પણ લેશે. તે પોતાની સાથે સૌથી મોટા ડેલિગેશન સાથે ભારત આવી રહ્યા છે. તેમાં 130 બિઝનેસમેન સામેલ છે. આ યાત્રાએ ભારત, ઈઝરાયલ વચ્ચે 445 કરોડ રૂપિયાના જમીનથી હવામાં પ્રહાર કરતી 131 મિસાઈલો સહિત અન્ય કરાર થશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી જ્યારે ઇઝરાયેલ પ્રવાસ જવાના હતા તે દરમિયાન વડાપ્રધાન નેતન્યાહુ ભારે ઉત્સાહિત જણાયા હતા. તેમણે ત્યાની સંસદમાં પણ કહ્યું હતું કે મારા મિત્ર વડપ્રધાન મોદી ઇઝરાયેલ મુલાકાતે આવી રહ્યા છે. આ સાથે વડપ્રધાન મોદીને વારંવાર મિત્ર તરીકે સંબોધન નેતન્યાહુ ભારત મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ વડાપ્રધાન મોદીને સમુદ્રના ખારા અને ગંદા પાણીને શુદ્ધ કરતી જીપ ભેટમાં આપશે.

2017માં ભારત-ઈઝરાયલની મિત્રતાને 25 વર્ષ પૂરાં થયા છે. બંને દેશોએ ઉજવણી કરી. વડાપ્રધાન મોદી ઈઝરાયલ ગયા. તે ઈઝરાયલ જનારા પ્રથમ વડાપ્રધાન હતા. નેતન્યાહુની આ યાત્રા આ મિત્રતાને કેન્દ્રમાં રાખીને જ યોજાઈ રહી છે. આ મિત્રતા 1999માં ગાઢ બની જ્યારે કારગિલના યુદ્ધ દરમિયાન ઈઝરાયલે ભારતને ફક્ત એકવાર કહેવા પર લેઝર ગાઈડેડ બોમ્બ અને માનવરહિત વિમાન આપ્યાં હતા તેમજ ભારે માત્રામાં વિસ્ફોટક પણ આપ્યા હતા.

Related Stories

error: Content is protected !!