ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીનું સંબોધન

દહેરાદૂન: ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તરાખંડના દહેરાદૂનમાં વન સંશોધન સંસ્થાનના પરિસરમાં ઉપસ્થિત વિશાળ જન મેદનીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યોગ એ વિશ્વને એકત્વના સુત્રથી બાંધનાર સૌથી શક્તિશાળી બળ બની ગયું છે. વડાપ્રધાને વન સંશોધન સંસ્થાન પરિસરમાં અંદાજે 50,000 યોગ અભ્યાસુઓ અને સ્વયંસેવકો સાથે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા.

વડાપ્રધાને કહ્યું કે, “આ દરેકને માટે ગૌરવશાળી ક્ષણ છે કે, આજે સમગ્ર વિશ્વમાં લોકો સૂર્યના પ્રકાશ અને ઊર્જાને યોગ સાથે આવકારી રહ્યા છે. દહેરાદૂનથી ડબ્લીન સુધી, શાંઘાઈથી શિકાગો સુધી અને જકાર્તાથી લઈને જોહાનીસ્બર્ગ સુધી, યોગ સર્વત્ર વ્યાપી રહ્યો છે.”

વિશ્વભરમાં ફેલાયેલા યોગ અભ્યાસુઓને એક ખૂબ જ સ્પષ્ટ સંદેશ આપતા વડાપ્રધાને કહ્યું કે સમગ્ર વિશ્વએ યોગને અપનાવ્યો છે અને તેની ઝાંખી સમગ્ર વિશ્વમાં દર વર્ષે કઈ રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉજવવામાં આવે છે તેના પરથી જોઈ શકાય છે. તેમણે આગળ ઉમેર્યું કે યોગ દિવસ સારા આરોગ્ય અને સુખાકારી માટેનું એક સૌથી મોટું જનઆંદોલન બની ગયું છે.

વડાપ્રધાને કહ્યું કે, જો આપણે ઈચ્છીએ છીએ કે સમગ્ર વિશ્વ આપણું સન્માન કરે તો આપણે આપણા પોતાના વારસા અને વિરાસતનું સન્માન કરતા અચકાવું ન જોઈએ. તેમણે કહ્યું કે યોગ એ સુંદર છે કારણ કે તે પ્રાચીન છે અને આધુનિક પણ છે; તે સતત છે અને છતાં નવ પલ્લવિત પણ છે; તેની અંદર આપણા ભૂતકાળ અને વર્તમાનની શ્રેષ્ઠ બાબતો રહેલી છે અને તે આપણા ભવિષ્ય માટે આશાનું કિરણ છે.

યોગની ક્ષમતા વિષે વાત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે વ્યક્તિગત રીતે અથવા સમાજ તરીકે આપણે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે દરેકનું સમાધાન યોગમાં રહેલું છે. તેમણે કહ્યું કે,, યોગ તણાવ અને અર્થહીન ચિંતાઓને દુર કરીને શાંત, રચનાત્મક તથા સંતોષી જીવન તરફ દોરી જાય છે. “વિભાજીત કરવાના બદલે, યોગ જોડે છે. દુશ્મનાવટ વધારવાના બદલે યોગ તેને ખતમ કરે છે. તકલીફોને વધારવાના બદલે યોગ તેને મટાડે છે.”

error: Content is protected !!