ગાંધીનો મંત્ર હતો ‘કરો યા મારો’, અમારો મંત્ર છે ‘કરેંગે ઓર કરકે રહેંગે’ : વડાપ્રધાન

નવી દિલ્હી, દેશગુજરાત: ‘ભારત છોડો’ અંદોલનની 75મી વર્ષગાંઠ પર સંસદનું વિશેષ સત્ર ચાલી રહું છે. બુધવારે અગસ્ત ક્રાંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબોધનમાં યુવાનોને અપીલ કરી કે દેશમાં ફરીથી 1942 જેવો માહોલ ઉભો કરવો પડશે. વડાપ્રધાન કહ્યું કે, એ આપણું સૌભાગ્ય છે કે તે અંદોલનને ફરી યાદ કરવાની આપણને તક મળી. ભારત છોડો અંદોલન અંગે નવી પેઢીઓને વિગતવાર જાણવું જોઈએ. ઇતિહાસની ઘટનાઓ આપણે પ્રેરણા પૂરી પડે છે.

ભ્રષ્ટાચાર આપણા રાજકારણને ખોખલું બનાવી રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1942ના ‘કરો યા મરો’ના સુત્રને લઈને ‘કરેંગે ઓર કરકે રહેંગે’નો સંકલ્પ લેવાનું આહ્વાન કર્યું. તેઓએ કહ્યું કે, 2017થી 2022 સુધી પાંચ વર્ષના સમયગાળામાં આપણે એ જ ભાવના અને સંકલ્પ સાથે કામ કરીશું, જે ભાવના  1942થી 1947ના સમયગાળા દરમિયાન હતી. ભ્રષ્ટાચાર આપણા રાજકારણને અંદરથી ખોખલું બનાવી રહ્ય છે. આપણે ગરીબી, નિરક્ષરતા, કુપોષણ, ભ્રષ્ટાચારથી દેશને મુક્ત કરવાનો સંકલ્પ લઈએ. વડાપ્રધાને લોકસભામાં કહ્યું કે, ગરીબી, નિરક્ષરતા અને કુપોષણ આપણા દેશ સામે મોટો પડકાર છે. આપણે સકારાત્મક પરિવર્તન લાવવાની જરૂર છે.

વડાપ્રધાને લીધા ત્રણ સંકલ્પ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલો સંકલ્પ લીધો હતો કે, અમે ગરીબી દૂર કરીશું અને કરીને જ રહીશું. બીજા સંકલ્પમાં વડાપ્રધાને કહ્યું કે, નિરક્ષરતા અને કુપોષણને દૂર કરીશું અને કરીને જ રહીશું તેમજ ભ્રષ્ટાચાર દૂર કરીશું અને કરીને જ રહીશુંનો વડાપ્રધાને ત્રીજો સંકલ્પ લીધો હતો. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, 1947માં દેશની આઝાદી માત્ર ભારત માટે નહીં પરંતુ તે વિશ્વના બીજા ભાગોમાં સંસ્થાનવાદના અંતમાં એક નિર્ણાયક ક્ષણ હતી.

error: Content is protected !!