પોતાની ઇઝરાયેલ અને જર્મનીની મુલાકાત અંગે નરેન્દ્ર મોદીએ રવાના થતા પહેલા શું કહ્યું

નવી દિલ્હી, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 4 થી 6 જુલાઈ, 2017 દરમિયાનની ઇઝરાયલની મુલાકાતે રવાના થયા છે. આ સાથે જ 6 થી 8 જુલાઈ દરમિયાન PM મોદી જર્મનીના હેમ્બર્ગ ખાતે 12મી જી-20 સમિટમાં હાજરી આપશે.

PM મોદીએ તેમના ફેસબુક એકાઉન્ટ પર જણાવ્યું છે કે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના આમંત્રણ પર હું 4 થી 6 જુલાઇ, 2017 દરમિયાન ઇઝરાયેલની મુલાકાત લઈશ. ઇઝરાયેલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન તરીકે હું આ અભૂતપૂર્વ મુલાકાત માટે ખૂબ આતુર છું. આ મુલાકાતથી બંને દેશ અને તેના નાગરિકોમાં નિકટતા વધશે. આ વર્ષે, ભારત અને ઇઝરાયલ આપણા રાજદ્વારી સંબંધોના 25 વર્ષ પણ પૂર્ણ કરશે.

હું વડાપ્રધાન નેતન્યાહુ સાથે બંને દેશોના પરસ્પર લાભ માટે સંપૂર્ણ સ્પેક્ટ્રમ પર ભાગીદારીને વિવિધ ક્ષેત્રોમાં મજબૂત બનાવવા માટે ઊંડાણ પૂર્વક વાત કરીશ. આ સાથે જ આતંકવાદ જેવા મુખ્ય પડકારો પર પણ ચર્ચા કરવાની અમને તક મળશે.

આ મુલાકાત દરમિયાન હું ઇઝરાયેલના રાષ્ટ્રપતિ રુવેન રવિ રિવલિનને પણ મળીશ. નવેમ્બર 2016માં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રુવેન તેમજ વરિષ્ઠ નેતાઓને આવકારવાની મને તક મળી હતી, તે ખુશીની બાબત છે.

ઇઝરાયેલની મુલકાત દરમિયાનના મારા કાર્યક્રમમાં ઇઝરાયેલ સમાજના ક્રોસ સેક્શન સાથે જોડાવાની તક મળશે. ખાસ કરીને બંને દેશ વચ્ચે મજબૂત લીંક રજુ કરતા ઇઝરાયેલમાં રહેતા ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરવા માટે હું આતુર છું.

આર્થિક બાજુ પર, હું અગ્રણી ભારતીય અને ઇઝરાયેલી સીઈઓ સાથે બિઝનેસ અને રોકાણ સહયોગની રજુ કરેલી અગ્રીમતા માટે જમીન પર વિસ્તરણ અંગે ચર્ચા કરવા માટે પ્રારંભ કરીશું. આ સાથે જ ઑન-સાઇટ મુલાકાત દ્વારા તકનીકી અને નવીનીકરણમાં ઇઝરાયલની સિદ્ધિઓમાં સમજ મેળવવાની હું આશા રાખું છું.

ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન હું યેડ વાશેમ મેમોરિયલ મ્યુઝિયમની મુલાકાત લઈશ. જે હોલોકાસ્ટના ભોગ બનેલા લોકોની યાદમાં બનાવવામાં આવ્યું છે. જે માનવ ઇતિહાસમાં સૌથી વધુ કરૂણાંતિકાઓમાં ગણાય છે. જે બાદ હું 1918માં હાઇફાની મુક્તિ દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર હિંમતવાન ભારતીય સૈનિકોને પણ સન્માનઆપીશ.

6 જુલાઈની સાંજે, જર્મની દ્વારા યોજાયેલી 12મી જી-20 સમિટ માટે હું હેમ્બર્ગની મુલાકાત જઈશ. જ્યાં 7 થી 8મી જુલાઈ બે દિવસ, જી-20 દેશોના અન્ય નેતાઓને હું આજે જે વિશ્વને અસર કરતા મહત્વપૂર્ણ મુદ્દાઓ જેમ કે, આર્થિક સમસ્યાઓ, ટકાઉ વિકાસ અને શાંતિ અને સ્થિરતા અંગે ચર્ચા કરવા આતુર છું.

આ સમિટમાં અમે ગયા વર્ષે હંગઝોઉ સમિટ બાદના નિર્ણયોની સમીક્ષા કરીશું. આ સાથે જ આતંકવાદ, આબોહવા, ટકાઉ વિકાસ, વૃદ્ધિ અને વેપાર, ડિજિટલાઇઝેશન, આરોગ્ય, રોજગાર, સ્થાનાંતરણ, મહિલા સશક્તિકરણ અને આફ્રિકા સાથે ભાગીદારીના મુદ્દાઓ પર વિચારણા કરીશું. આ વર્ષે સમિટમાં ‘ઇન્ટર-કનેક્ટેડ વર્લ્ડને આકાર આપવા’ની થીમ પસંદ કરવામાં આવી છે.

ભૂતકાળની જેમ હું પરસ્પર હિતના દ્વિપક્ષીય બાબતો પરના વિચારોનું વિનિમય કરવા માટે સમિટની બાજુની રેખાઓ પર નેતાઓને મળવાની તકની હું રાહ જોઈ રહ્યો છું.

Related Stories

error: Content is protected !!