મોદીએ કર્યું આબેનું સ્વાગત: ગાર્ડ ઓફ ઓનરથી લઈને રોડશોની તમામ વિગતો

અમદાવાદ: જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના ઉપક્રમે બુધવારથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. બુધવારે બપોરે 3.30 કલાકે શિન્ઝો આબે અને તેમની પત્ની એકી આબે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આબે અને તેમની પત્નીનું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતરતાં જ આબે અને મોદી એકબીજાને ભેટી પડ્યાં હતાં. આ સાથે જ એરપોર્ટ પર શિન્ઝો આબેને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

જે બાદ મોદી અને આબે તેમજ તેમની પત્ની એકી આબે રેડ કાર્પેટ પર ચાલીને આગળ વધ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર તેઓના સ્વાગતમાં રમાતા તરણેતરના ગરબા અંગે મોદીએ આબેને છણાવટ કરી હતી. ગરબે રમતા ખેલૈયાઓને એકી આબેએ પોતાના કેમેરામાં કંડાર્યા હતા.

આ સાથે જ એરપોર્ટ પર બૌદ્ધ સાધુઓએ વડાપ્રધાન શિન્જો આબે અને એકી આબેનું સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પર સ્વાગત સમારંભ યોજાયા બાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી આયોજિત 8 કી.મી. લાંબા રોડ શોમાં બંને નેતા જોડાયા હતા. આ રોડ શો દરમિયાન વિવિધ માર્ગો પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ લોકનૃત્યો રજુ કરવામાં આવ્યા હતા.

Related Stories

error: Content is protected !!