અમદાવાદમાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરની ત્રિજયા વિસ્તારમાં ઝેરોક્ષ કેન્દ્રો/દુકાનો પર પ્રતિબંધ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૦૬/૧૧/૨૦૧૭ સુધી યોજાનાર એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ ઓકટોમ્બર-૨૦૧૭ની લેખિત પરીક્ષા અમદાવાદ જિલ્લાનાં જુદા-જુદા કેન્દ્રો પર યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસમાં સુલેહ -શાંતિ જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી સૌહાર્દપૂર્વ વાતાવરણમાં ગેરરીતી કર્યા વગર અને કોઇપણ પ્રકારનાં પ્રલોભનથી દોરવાયાં વગર પરીક્ષા આપી શકે તે માટે અમદાવાદ શહેરની હદ સિવાયનાં સમગ્ર
અમદાવાદ જિલ્લાનાં મહેસૂલી વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં ૧૦૦ મીટરની ત્રિજયાનાં વિસ્તારને તથા ઝેરોક્ષ કેન્દ્રો/દુકાનો માટે પરીક્ષા કેન્દ્રની આજુબાજુનાં એક કિલો મીટરની ત્રિજયાનાં વિસ્તારને અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટેટે પ્રતિબંધિત જાહેર કર્યો છે.

આ પ્રતિબંધ અન્વયે પરીક્ષાર્થી અને પરીક્ષામાં રોકાયેલ ફરજ પરનાં અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થઇ શકશે નહી. પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન, પેજર, ઇલેકટ્રીક ડાયરી, ઘડિયાળ કે ઇલેકટ્રોનીક ઉપકરણો પર, ઝેરોક્ષ કે કાપલીઓ લઇ જવા પર કોઇપણ પ્રકારનું હથિયાર લઇ જવા પર, ચાર કે વધુ માણસો એકઠા થવાં પર, વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો પાર્ક કરવાં પર અને પ્રતિબંધિત વિસ્તારમાં ઝેરોક્ષ કેન્દ્ર/દુકાનો પરીક્ષા સમયે ચાલુ કરવાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમ તા.૬/૧૧/૨૦૧૭ સુધી અમલમાં રહેશે.

error: Content is protected !!