મૂળાનું અથાણું

સામગ્રી :

મૂળા : ૧ કિલો
તેલ : ૨૫૦ મિલી
મીઠું : ૫૦ ગ્રામ
લાલ રંગ : થોડો
રાઇ : ૧૦૦ ગ્રામ
હળદર : ૧૦ ગ્રામ
મરચું : ૨૦ ગ્રામ

બનાવવાની રીત :

સૌ પહેલાં મૂળાને ધોઇને તેના રેસા વગેરે છોલી લો. સાફ કરી લો. અને ત્‍યાર બાદ તેના લગભગ અડધા ઇંચના ગોળ પતીકા કરી લો. તે પછી તેમાં તેલ, મીઠું, હળદર, હિંગ, રાઇ વગરેનું મીશ્રણ નાંખીને બરણીમાં ભરી લો. ૩ દિવસ બાદ આ અથાણું ખાવાલાયક બની જશે. આ અથાણું સાદા પરોઠા કે પૂરી સાથે ખાવાથી સ્‍વાદિષ્‍ટ લાગશે.

error: Content is protected !!