રાહુલ ગાંધી 16 – 17 જુલાઈએ ગુજરાતની મુલાકાતે: રાજીવ સાતવ

ગાંધીનગર, દેશગુજરાત: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 16-17 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદ પહોંચેલા રાજ્ય કોંગ્રેસના ઇનચાર્જ રાજીવ સાતવ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

જોકે, રાહુલ ગાંધીની મુલાકાતનો વિગતવાર કાર્યક્રમ હજુ જાહેર કરાયો નથી. છતાં સૂત્રોએ કહ્યું છે કે, તેઓ જુનાગઢ, રાજકોટ અને ભાવનગર જેવા સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની મુલાકાત લઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં સાત લોકસભા બેઠકો છે. વર્ષ 2014 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતમાં તમામ 26 બેઠકો ગુમાવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે. આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મળેલી સફળતાના પગલે પક્ષ આગામી વર્ષમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અહીં પુનરુત્થાનની આશા રાખી રહી છે.

સાતવેં કહ્યું કે,  ‘ગયા વર્ષે અહીં વિધાનસભા ચૂંટણી દરમિયાન, અમે સખત મહેનત કરી, પરંતુ તે ટ્રેલર હતું. તે સમયે કેટલીક ખામીઓ હતી પરંતુ સંસદની ચૂંટણીમાં અહીંના પરિણામો આશ્ચર્યજનક હશે.’

error: Content is protected !!