રેલ્વે મુસાફરોને ટૂંક સમયમાં જ મળી શકે છે રાહત, ફ્લેક્સી ભાડામાં ફેરફારની તૈયારી કરી રહી છે સરકાર

નવી દિલ્હી, દેશગુજરાત: રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ટૂંક સમયમાં જ ફ્લેક્સી ભાડા યોજનામાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. હાલ તે અંગે સમીક્ષા ચાલી રહી છે.

મુંબઈમાં એક કાર્યક્રમમાં ગોયલે કહ્યું કે, મુસાફરો પર વેરાનો બોજો લાદ્યા વગર આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે વિચારણા ચાલી રહી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરુ થયેલી આ યોજના શતાબ્દી, દુરંતો, રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનો માટે છે. ગોયલના કહેવા મુજબ, સરકારને આ યોજના અંતર્ગત એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં 540 કરોડની વધારાની આવક થઇ છે.

error: Content is protected !!