રાજકોટનાં લોકમેળાને ‘ગોરસ’ નામ અપાયું

રાજકોટઃ શ્રાવણ મહિનાને માત્ર થોડા દિવસોની જ વાર છે. આ મહિનામાં ઘણા નાના-મોટા તહેવારોઆવે છે. જેમાં સૌથી મોટો તહેવાર સાતમ-આઠમનો આવે છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. આ દિવસે લોકો જન્માષ્ટમીની ઉજવણી કરવાની સાથે સાથે નજીકના વિસ્તારોમાં ભરાતા લોકમેળામાં જતા હોય છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો રોજકોટમાં ભરાય છે. હવે આ મેળાને ‘ગોરસ’ (દૂધ) લોકમેળો નામ આપવામાં આવ્યું છે. આગામી સાતમ-આઠમના તહેવાર નિમિત્તે 1 સપ્ટેમ્બરથી 5 દિવસ માટે રેસકોર્સમાં ગોરસ મેળાનું આયોજન કરવાનો નિર્ણય લોકમેળા સમિતિની બેઠકમાં લેવાયો છે.

વર્ષોથી રાજકોટમાં ભારત આ મેળામાં માણસોનું જાને કીડિયારું ઉમટી પડે છે. પરંતુ આ મેળાનું અત્યાર સુધી કોઈ નામ આપવામાં આવ્યું ન હતું. આ લોકમેળાનાં નામ માટે 700થી વધુ નામો સામે આવ્યાં હતાં. જેમાં રંગીલો, ગોકુળીયો, ગોકુલ, ગોરસ જેવાં 700 નામનો સમાવેશ થાય છે. જે પૈકી ગોરસ નામની પસંદગી કરવામાં આવી હતી.

ગોરસ લોકમેળાને આ વર્ષે અલગ રંગરૂપ આપવામાં આવશે. રાજકોટનાં ભાતીગળ લોકમેળા આ વખતે સ્માર્ટ સિટી અને કેશલેશ ઇકોનોમીની થીમ પર સજાવવામાં આવશે. જેથી લોકમેળો માણવા આવનારાએ કોઈ એપ જેવી કે ભીમ, ‘પેટીમ’ કે પછી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી નાણાં ચૂકવવાનાં રહેશે. સ્માર્ટ સિટીની થીમ ઉભી કરવા પાછળ, આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સ્ટોલ ધારકોને 30 થી 40 ટકાનો ભાવવધારો ચૂકવવો પડશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ મેળાને નટખટ મેળો, સાંસ્કૃતિક મેળો, વાયબ્રન્ટ મેળો જેવા નામ પણ અપાયાં છે.

error: Content is protected !!