કૂતરાના ત્રાસને દૂર કરવા નવતર પ્રયોગ હાથ ધરનાર રાજ્યની પ્રથમ રાજકોટ મહાનગર પાલિકા

રાજકોટ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને (આરએમસી) રખડતા કૂતરાના ત્રાસની સમસ્યાનો ઉકેલ લાવવાનો માર્ગ શોધી કાઢ્યો છે.  આરએમસીની એનિમલ બર્થ કંટ્રોલ કમિટીની મીટિંગમાં પશુપ્રેમીઓને રખડતાં કૂતરાને દત્તક લેવા માટે પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. સમગ્ર પ્રક્રિયાની નોંધણી પણ કરવામાં આવશે. ઉપરાંત કૂતરને દત્તક આપતાં પહેલા તેમની મફતમાં સારવાર અને રસીકરણ પણ કરશે. દાવો કરાઈ રહ્યો છે કોઈ પણ નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા  લેવાયેલું આ પ્રકારનું પ્રથમ પગલું છે.

સત્તાવારનસ આંકડા પ્રમાણે,  શહેરમાં આશરે 30,000 જેટલાં રખડતાં કૂતરા છે.  રાજકોટના 55 લોકોને રખડતાં કૂતરાં કરડ્યા છે. જો કે છેલ્લા 6 વર્ષથી આ આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે, તેમ છતાં કૂતરાની વસ્તી નિયંત્રણના પ્રયાસ નિષ્ફળ ગયા છેશહેરના જે નાગરિકો દ્વારા કૂતરાને દત્તક લેવા છે તેમણે આરએમસીની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ તમામનો રેકોર્ડ રાખવામાં આવશે અને કૂતરાંની કાળજી લેવાનું સંપૂર્ણ કાર્ય દત્તક લેનાર વ્યક્તિનું રહેશે.

એમસીના એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના વેટરિનરી ઓફિસર ડોક્ટર બી.આર. જક્સણિયાએ જણાવ્યું કે, “કૂતરાની વસ્તી ઝડપથી વધી રહી છે અને સંપૂર્ણ વંધ્યીકરણ શક્ય નથી. કેટલાક લોકો કૂતરાને ખવડાવતાં હોય છે

આરએમસી રાજ્યનું પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન છે જેણે આ પ્રકારની પોલિસી શરૂ કરી છે.” રાજકોટ એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેંદ્ર શાહે કહ્યું કે, “એવા ઘણા કૂતરાપ્રેમીઓ હશે જે રખડતાં કૂતરાને દત્તક લેવા તૈયાર થશે. અમે પ્રથમવાર આ પ્રકારનો વિચાર અમલમાં મૂક્યો છે. જો આ વિચાર સફળ થશે તો રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ આ પ્રયોગ કરાશે.” ડૉ. જક્સણિયાએ કહ્યું કે, “જો થોડા મહિના કે વર્ષો પછી દત્તક લેનાર વ્યક્તિ કૂતરાંને ન રાખવા માગતું હોય તો તે કૂતરાને શેલ્ટર હાઉસમાં મૂકી દેવાશે.”

error: Content is protected !!