રાજકોટનું રામનાથ મહાદેવ મંદિર રૂ.૪.૯૨ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનું ભવ્ય યાત્રાધામ બનશે: રૂપાણી

રાજકોટ : ૧૯,ઓકટોબર ગુરુવારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધારના ભૂમી પુજન અને ખાતમુર્હુત પ્રસંગે જણાવ્યું હતું કે, રામનાથ મહાદેવ મંદિર સૌરાષ્ટ્રનું ભવ્ય યાત્રાધામ બનશે. આ મંદિરના જીર્ણોધ્ધાર અને વિકાસ માટે રાજય સરકારે ગુજરાત પ્રવિત્ર વિકાસ બોર્ડ દ્વારા રૂ.૪.૯૨ કરોડની ફાળવણી કરેલ છે.

આ રામનાથ મંદિરના જીર્ણોધ્ધાર અને નવિનનીકરણ કાર્ય માટે રાજુભાઇ ધ્રુવે ઘણી મહેનત કરી છે. મુખ્યમંત્રીએ વધુંમાં કહ્યું હતું કે આજી નદીની શુધ્ધીકરણનું કાર્ય હાથ ધરાયેલ છે. આજી રીવરફ્રન્ટ બને અને ભવ્ય બનનાર રામનાથ મંદિરે સાંજે લોકો શાન્તી માટે ભેગા થાય અને ફરવા આવે તેવા પ્રકારનું આયોજન કરવા અમે જઇ રહયા છીએ. તેમણે ઉમેર્યુ હતું કે રાજકોટની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ કરેલ છે. નર્મદાનીરને આજી ડેમ સાથે જાડીને આજીડેમ કદી ખાલીનહી રહે મુખ્યમંત્રીએ આપ્રસંગે પ્રજાજનોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

આ અગાઉ મુખ્યમંત્રીએ દર્શન કરીને  રામનાથ મહાદેવની સાંજની આરતીમાં જોડાયેલા હતા. મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે રામનાથ મંદિર આપણી ઓળખ છે. જેના જીર્ણોધાર થઇ રહયો છે.વર્ષોથી આપણે આ મંદિર સાથે સંકળાયેલા છીએ રાજુભાઇ ધ્રુવ અને તેમની યાત્રાધામ બોર્ડની ટીમને જીર્ણોધ્ધાર માટે અભિનંદન આપ્યા હતા. તેમણે ગુજરાતની પ્રગતિશીલ અને સંવેદશીલ સરકાર દ્રારા વિવિધ લોકકલ્યાણના હાથ ધરાયેલા કાર્યોની સવિસ્તાર માહિતી આપી હતી. સરકારનો પ્રજાલક્ષી કાર્યો કરવાનો અભિગમ છે.
આપણી ગુજરાત સરકાર યાત્રાધામોની દેખરેદખ અને વિકાસ પણ કરે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત અને સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સલામત છે.

પ્રારંભમાં સૌનું સ્વાગત કરતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાયસ ચેરમેન રાજુભાઇ ધ્રુવે ગુજરાતમાં મોટા યાત્રાધામો સાથે અંતરીયાળ વિસ્તારોમાં જુદાજુદા ધર્મો સંપ્રદાર્યો પંથો અને જુદાજુદા સમાજના નાના શ્રધ્ધા અને આસ્થાના ધાર્મિક સ્થાનકોમાં બોર્ડ દ્વારા
યાત્રાીઓની ખૂટતી વિકાસની કડીઓ પૂર્ણ કરવા હાથ ધરાયેલ વિકાસના કામોની વિગત આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસનો પાયો નાખ્યો છે. અને તેને વિસ્તૃત કરવાનું કાર્ય લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરી રહયા છે. એક પ્રજા વત્સલ મુખ્યમંત્રી તરીકે આપણું ગૌરવ વધારેલ છે.

તેમણે ઉમેર્યુ હતું કે તાજેતરમાં ચોટીલા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાંચાળ ટૈમ્પલ સર્કિટની વિકાસની જાહેરાત કરી હતી. બુધવારે અમે જુનાગઢ જિલ્લાના યાત્રાધામોના સંકલિત વિકાસ કરવા માટે મુખ્યમંત્રી મળ્યા હતા. ગિરનાર તથા તેની આસપાસના દેવ સ્થાનો વિકાસ માટે ટેમ્પલ સર્કિટ બનાવાથી આનુસાંગિક રોજગારી વધશે તેમ રાજુભાઇએ જણાવ્યું હતું.

રામનાથ મંદિર મહાદેવ મંદિરનો રૂ૪.૯૨ કરોડના ખર્ચે જીર્ણોધ્ધાર કરાશે. ગુજરાતના આઠ મોટા યાત્રાધામ સાથે આ યાત્રાધામ અગ્રેસર બને એવી અમારી નેમ છે. રાજકોટનું એક જોવા લાયક સ્થળ બનશે આના દ્રારા સ્થાનિક રોજગારીનું નિર્માણ થશે. શીવલીંગની પવિત્રતા જાળવવા માટે સ્વયંભુ લીંગને સ્પર્શ કર્યા વગર આસપાસની જગ્યાનો વિકાસ કરાશે. આ મંદિર માઇલ સ્ટોન બને અને બાર જયોર્તલીંગની પ્રતિકૃતિ અહી અપાશે.

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજકોટના આસ્થાનું કેન્દ્ર રામનાથ મહાદેવ રહેલ છે. આ મંદિરની ગંદકીથી મુકત કરવા મારા ચાર વર્ષો થી પ્રયાસો હતા. રામનાથ મહાદેવની કૃપા થતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાયસ ચેરમેન રાજુભાઇ ધ્રુવ અને તેમની ટીમે મંદિરના જીર્ણોધ્ધાર માટે ૪.૯૨ કરોડ ફાળવેલ છે તે માટે તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે આજી નદીના સુધ્ધિકરણની વિગતો આપી હતી. તેમની ગ્રાન્ટમાંથી રૂ.૧૨ લાખના ખર્ચે હાથ ધરાયેલ હાઇમાસ્ટ લાઇટ અને ચુનારાવાડથી રામનાથ સુધીના ડામર રસ્તાના કામની વિગતો આપી હતી.

ધારાસભ્ય ભાનુબેન બાબરીયા એ જણાવ્યું કતું કે રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર તથા નવિનીકરણ માટે રાજુભાઇ ધ્રુવે પ્રોજેકટ મંજુર કરેલ છે. કોઇ પણ કાર્ય સતત પ્રકિયા દ્વારા થાય છે. ત્રંબા ખાતે ત્રંબકેશ્વર મહાદેવનું રૂ.૪.૫૦ કરોડના ખર્ચે યાત્રાધામ બોર્ડ દ્વારા નવિનીકરણ થશે.

રામનાથ મહાદેવનો જીર્ણોધ્ધારનું ભૂમિપુજન ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના વાયસ ચેરમેન રાજુભાઇ ધ્રુવે કર્યુ હતું અને તેમની સાથે મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, કોર્પોરેટરો કશ્યપભાઇ શુકલ, અનિલભાઇ પરમાર,મીનાબેન પારેખ અને અન્યો જોડાયા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી
દેવાંગભાઇ માંકડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, અગ્રણીઓ, મહાનગરપાલીકાની વિવિધ કમિટિઓના ચેરમેનો  વગેરે ઉપસથિત રહયા હતા.

error: Content is protected !!