સોમનાથને વેજિટેરિયન ઝોન જાહેર કરવાની માગ સાથે હિન્દૂ યુવા સંગઠને યોજી રામધૂન

સોમનાથ: યાત્રાઘામ સોમનાથને માંસાહાર પ્રતીબંધિત વિસ્તાર એટલે કે શાકાહારી (વેજિટેરિયન) ઝોન જાહેર કરવાની માંગ સાથે છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે (સોમવારે) હિન્દૂ યુવા સંગઠન દ્વારા વેરાવળના ટાવરચોકમાં રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, યાત્રાધામ ડાકોર અને પાલીતાણાને રાજય સરકાર દ્વારા વેજ ઝોન જાહેર કરાયા છે. તે રીતે દેશના પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ મંદીરના આસપાસના વિસ્તારને પણ માંસાહાર પ્રતીબંધિત જાહેર કરવા અનેક વાર રજુઆતો કરવામાં આવી છે. પરંતુ આ અંગે કોઈ પગલાં લેવામાં ન આવતા સંગઠને રામધૂનનો માર્ગ અપનાવ્યો છે.

હિન્દૂ યુવા સંગઠનના પ્રમુખ શૈલેષ મેસવાણીયએ કહ્યું કે, “યાત્રાઘામ સોમનાથ કરોડો હિન્દૂઓની આસ્થાનું પ્રતીક છે અને લાખો ભાવીકો સોમનાથ મંદીરે દર્શનાર્થે આવે છે ત્યારે આજુ-બાજુમાં માંસાહારની લારીઓથી હિન્દૂઓની લાગણી દુભાય છે. જેથી સોમનાથને વેજ ઝોન જાહેર કરવા અંગેની વાત સરકાર સુધી પહોંચાડવા માટે વેરાવળના ટાવરચોકમાં રામઘુનનુ આયોજન કરવામાં આવ્યું છે.”

error: Content is protected !!