બાહુબલીના ‘ભાલ્લાલદેવ’ને મળી હોલીવુડની ટિકિટ, પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સાઈન કરી

નવી દિલ્હી, દેશગુજરાત: બોલીવુડની બ્લોકબ્લાસ્ટર ફિલ્મ ‘બાહુબલી’માં ભાલ્લાલદેવના પાત્રથી લોકોની નજરોમાં આવનાર અભિનેતા ડગ્ગુબાટી હવે પોતાના હોલીવુડ સફરની તૈયારી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘બાહુબલી’ ફિલ્મના બંને ભાગમાં નકારાત્મક પાત્ર ભજવનાર ડગ્ગુબાટી લોકોના દિલોદિમાગમાં સ્થાન મેળવવામાં સફળ નીવડ્યો છે. આ સાથે જ રાણા દગ્ગુબતીએ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ સાઈન કરી હોવાની માહિતી આપી છે.

ડગ્ગુબાટીએ જણાવ્યા મુજબ, યુકેનો ‘ધ લંડન ડીજીટલ મુવી એન્ડ ટીવી સ્ટુડિયો’એ તેને એશિયન એમ્બેસેડર બનાવો છે. ડગ્ગુબાટીએ આ સ્ટુડિયો સાથે એક ફિલ્મ પણ સાઈન કરી છે. માહિતી મુજબ ફીલની શૂટિંગ 2018માં શરુ થશે. અંગ્રેજી સમાચારપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ અંગેની પુષ્ટિ ભારતી કોમન્નાએ આપી છે. જોકે, આ ફિલ્મને લગતી અન્ય કોઈ જાણકારી સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, ડગ્ગુબાટી પોતાની આગામી ફિલ્મ ‘નેને રાજુ નેને મંત્રી’ની તૈયારીમાં જોતરાયેલો છે. ડગ્ગુબાટીની આ ફિલ્મને તેજાએ ડાઈરેક્ટ કરી છે. રાજકીય ડ્રામા પર આધારિત આ ફિલ્મમાં ડગ્ગુબાટી એક એવા વ્યક્તિનું પત્ર નિભાવી રહ્યો છે જે રાજકારણમાં કંઈક મેળવવા માગે છે. આ ફિલ્મમાં ડગ્ગુબાટી સાથે અભિનેત્રી કાજલ અગ્રવાલે કામ કર્યું છે અને આ ફિલ્મ તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં 11 ઓગસ્ટે રીલીઝ થશે.

error: Content is protected !!