સસ્તી નહીં થાય તમારી લોન, આરબીઆઈ વ્યાજદરોમાં ઘટાડો ન કર્યો

નવી દિલ્હી, દેશગુજરાત: ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઈ)એ નાણાંકીય સમીક્ષા નીતિમાં કોઈ ફેરફાર કર્યા નથી. આરબીઆઈએ રેપો રેટને 6 ટકા અને રીવર્સ રેપો રેટને 5.૭૫ ટકા પર જ રાખવાનો નિર્ણય કર્યો છે.

ઓક્ટોબર મહિનામાં યોજાયેલી બેઠકમાં પણ આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. હવે તમારે સસ્તી લોન માટે એમપીસીની આગામી બેઠકની રાહ જોવી પડશે. આ સાથે જ ચાલુ નાણાંકીય વર્ષના બીજા છમાસિકમાં મોંઘવારી 4.2થી 4.6 ટકા પર રહે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રીઝર્વ બેન્કના આ નિર્ણય બાદ શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

નાણાંકીય સમીક્ષા નીતિ એક પ્રકારનું ટૂલ છે, જેના આધારે બજારમાં નાણાના પુરવઠાને નિયંત્રિત કરવામાં આવે છે. રીઝર્વ બેંક ક્યાં દરે બેંકોને લોન આપશે અને ક્યાં દરે બેંકોમાંથી પૈસા પરત લેશે તે નાણાંકીય નીતિ જ નક્કી કરે છે. નાણાંકીય નીતિમાં નક્કી કરવા માટે ભારતીય રીઝર્વ બેંક પોતાના કેન્દ્રીય બોર્ડના સૂચનોને સામેલ કરે છે. જેમાં અર્થશાસ્ત્રી, ઉદ્યોગપતિ અને નીતિના નિર્માતા સામેલ હોય છે. રીઝર્વ બેંક નાણાંકીય નીતિ માટે સરકારના આર્થિક વિભાગો સાથે સલાહ-સૂચનો કરે છે, પરંતુ અંતિમ નિર્ણય રીઝર્વ બેંકનો જ હોય છે.

વ્યાજદરોમાં શા માટે ન કરાયો ઘટાડો?

રીઝર્વ બેંક વ્યાજદરોમાં વધારો કરે તો મોંઘવારીના દરોમાં પણ વધારો થઇ શકે તેમ હતું. આ સ્થિતિમાં આરબીઆઈને ગ્રોથ અને વ્યાજ બેમાંથી એકને પસંદ કરવાનું હતું. આરબીઆઇના વર્તમાન રાઉન્ડ ક્રૂડ ઓઇલ અને ફુગાવોની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. જો વ્યાજદર વધુ વધે તો વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણાં ઉપાડવાનું શરૂ કરશે. મુશ્કેલીઓમાં વધુ વધારો થશે. હંમેશાં જોવામાં આવ્યું છે કે, ઊંચા ફુગાવાના આંકડાને લીધે સસ્તી લોનની ઉમ્મીદમાં ઘટાડો થાય છે.

error: Content is protected !!