ભાંગની ઠંડાઈ

સામગ્રી :-

1 1/2 કપ દૂધ,
1/2 કપ ખાંડ,
1 કપ મિલ્ક,
1 ચમચી બદામ,
1 ચમચી મગજતરીના બીજ,
1/2 ચમચી ખસખસ,
1/2 ચમચી વરિયાળી,
1/2 ચમચી ઈલાયચીનો ભૂકો,
1/2 ચમચી ગુલાબજળ,
1 ચમચી ભાંગનુ ચૂરણ,
એકાદ બે કાળા મરી,
કેસરના લચ્છા 7-8.

રીત:

2 કપ પાણીમાં ખાંડ ઓગાળી મૂકી દો. બાકીની બધી સામગ્રી ભેળવીને 2 કપ પાણીમાં 3-4 કલાક પલાળો. 3 કલાક પછી મિક્સરમાં બારીક વાટી લો.  પાતળુ કપડુ લઈને આ મિશ્રણને ચાળી લો. તેમાં થોડુ પાણી નાખીને એક વાર ફરી ચાળી લો, અને ખાંડવાળા પાણીમાં નાખી દો. ગ્લાસમાં ભાંગ-ઠંડાઈ નાખી તેમા દૂધ નાખી ઠંડુ કરીને પીરસો.

error: Content is protected !!