ફાડાની ખીચડી

સામગ્રી :

1 કપ પીળી મગની દાળ
3/4 કપ ઘઉંના ફાડા
1 કપ બટાટા સમારેલા
1 કપ લીલા વટાણા
1 કપ ફલાવર
1 કપ કાપેલા કાંદા
1 ટેબલ સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
1/2 ચમચી મરી
1/2 ચમચી હળદર
1 ચમચી મરચું
સ્વાદ અનુસાર મીઠું

વઘાર માટે :

1 ટુકડો તજ,
3 લવિંગ,
1 ચમચી જીરું,
1/4 ચમચી હિંગ,
3 ચમચા ઘી.

રીત :

સૌ પ્રથમ મગની દાળ અને ફાડાને ધોઈને 15 મિનિટ પલળવા દો. પાણી નિતારીને બાજુ પર મૂકો. હવે ચાર કપ પાણી ઉકાળીને રાખો. ત્રણ ચમચી ઘીને વઘાર માટે પ્રેશર કૂકરમાં નાખો. તેમાં તજ, લવિંગ જીરું અને હિંગ નાખી વઘાર થવા દો. હવે તેમાં દાળ, ફાડા અને સમારેલાં શાક અને મસાલો નાખી ચારથી પાંચ મિનિટ સાંતળો. હવે તેમાં ગરમ કરેલું પાણી ઉમેરી, પ્રેશર કૂકર બંધ કરો. ત્રણથી ચાર સીટી વાગવા દો. કૂકર ઠંડું થાય પછી તેને ખોલો અને ખીચડીને હલાવો. જરૂર લાગે તો થોડું ગરમ પાણી ઉમેરો જેથી દાળ અને ફાડા બરાબર ભળી જાય. રાઈતા અને મેથિયા કેરીના સંભાર સાથે ગરમાગરમ પીરસો.

error: Content is protected !!