ગુવારનું અથાણું

સામગ્રી :

ગુવાર : ૨૫૦ ગ્રામ
હળદર : થોડી
ખાટું પાણી : થોડું
મીઠું : ૩૫ ગ્રામ

બનાવવાની રીત :

સારી જાતનો કૂણો એવો ગુવાર લ્‍યો. અને તેનાં ડીટાં કાપીને ધોઇને અલગ રાખો. પછી તેમાં હળદર, મીઠું નાંખીને ભેળવો. તેમાં ખાટું પાણી પણ નાંખો. એક વાસણમાં ગુવાર ડૂબે તેટલું પાણી નાંખવું, ઉપરથી સ્‍વચ્‍છ કરેલો પથ્‍થર વજન રૂપે મુકવો. દસ દિવસ સુધી આમ દબાવીને રાખો, ત્‍યાર બાદ તેને કાચની બરણીમાં ભરી લો. આ એક ગુવાર શીંગનું સાદું મઝાનું અથાણું છે.

error: Content is protected !!