ગુંદર પાક

સામગ્રી :
હીરાકણી ગુંદર ૨૫૦ ગ્રામ,
કોપરા ખમણ ૨૦૦ ગ્રામ,
ઘઉંનો લોટ ૪૦૦ ગ્રામ,
સૂંઠ-ગંઠોડા ચૂર્ણ ૨૫-૨૫ ગ્રામ,
ખાંડ ૪૦૦ ગ્રામ,
એલચી પાઉડર ૫ ગ્રામ,
ઘી ૪૦૦ ગ્રામ
બનાવવાની વિધિ :
ગુંદર નાના દાણા રૂપે લેવો. જો મોટો હોય તો તેને અધકચરો ખાંડી લો. ત્‍યાર બાદ તેને ઘીમાં તળી લો. કડાઇમાં ઘી નાંખીને લોટને ગુલાબી એવો શેકી લો. તે લોટમાં ખાંડ, તળેલો ગુંદર, સૂંઠ, ગંઠોડા, કોપરું અને એલચી બધું નાંખીને સરખી રીતે હલાવી લો. ઘી જરૂર મુજબ વધારે નાખી શકાય છે. તેમાં ખાંડને બદલે ગોળ વાપરવો હોય તો તેનો પાયો (ગરમ રબડી) કરી તેમાં બધું ભેળવી દેવું. તૈયાર થયા બાદ તેને ઘી લગાવેલી થાળીમાં ઢાળી દો. અને તેના કાપા પાડી લો અને ડબામાં ભરી લો.
આ પાક નબળાઇ-કમરનાં દર્દ તેમજ પ્રસૂતા બહેનોને માટે ખૂબ જ લાભપ્રદ છે. તે એક ઉત્તમ શિયાળુ ટોનિક છે. શિયાળામાં ખાવાથી વર્ષભર આરામ રહે છે

error: Content is protected !!