જામનગરી સાટા

સામગ્રી :

400 ગ્રામ મેંદો,
100 ગ્રામ રવો,
100 ગ્રામ ઘી (મોણ માટે),
અડધી ચમચી એલચી પાઉડર,
500 ગ્રામ ખાંડ,
1 ચમચો ચોખાનો લોટ,
તળવા માટે ડાલ્ડા,
ચપટી સોડા,
લીંબુનો રસ,
ગુલાબની પાંદડી.

રીત :-

મેંદામાં રવો ભેગો કરી, તેમાં 100 ગ્રામ ઘીનું મોણ, ચપટી સોડા અને એલચીનો ભૂકો નાખી, સાધારણ ગરમ પાણીથી કઠણ કણક બાંધવી. અડધો કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. પછી થોડું ઘી અને ચોખાનો લોટ ફીણી સાટો બનાવી, કણકને લગાડી, કેળવવી. તેમાંથી નાના નાના લૂઆ પાડી, વરચે અંગૂઠાથી દાબી, ખાડો કરી, ડાલ્ડામાં તળી લેવા.ખાંડમાં પાણી નાખી ઉકાળવું. તેમાં લીંબુનો રસ નાખી, મેલ તરી આવે તે કાઢી લેવો. ચાસણી બેતારી થાય એટલે ઉતારી થોડીવાર ઘૂંટવી. પછી તેમાં ઠંડા પડેલા સાટા બોળી, થાળીમાં બે સળીઓ આડી ગોઠવી, તેના ઉપર સાટા ગોઠવવા, જેથી ચોંટે નહી. તેના ઉપર ગુલાબની પાંદડી છાંટવી.

error: Content is protected !!