મગદાળના લાડુ

સામગ્રી :

મગદાળ ( પીળી ) લોટ ૨૫૦ ગ્રામ
એલચી ૨ ગ્રામ
ચોખ્‍ખું ઘી ૩૦૦ ગ્રામ,
સૂંઠ-ખસખસ ૨૫-૨૫ ગ્રામ,
દળેલી ખાંડ ૩૦૦ ગ્રામ,
ગંઠોડા ૨૫ ગ્રામ

બનાવવાની વિધિ :

મગની દાળનો લોટ એક કડાઇમાં ઘી નાંખીને શેકી લો. તેમાં દળેલી ખાંડ, સૂંઠ, ગંઠોડા અને એલચી પાઉડર તથા ખસખસ નાંખીને ભેળવી દો અને તેના અખરોટ જેવડા લાડુ વાળી લો અથવા થાળીમાં ઢાળીને કાપા પાડી લો. નાનાં બાળકોને પચવામાં તે સરળ છે અને ટોનિક છે.

error: Content is protected !!