મેથીના પરોઠા

સામગ્રી :-

૨ કપ ઘઉંનો લોટ,
મોણ માટે તેલ,
મેથીની ઝૂડી અડધી,
પાંદડા બારીક સુધારી નાખવા,
૨ લીલાં મરચાં,
૩ કળી લસણની પેસ્ટ,
મીઠું સ્વાદ પ્રમાણે.
ભાજીને ત્રણથી ચાર વખત ધોવી.

રીત :-

પરાઠાનો લોટ બાંધવો. બધા લુઆ એક સરખા કરવા. અટામણ લઈ નાની રોટલી વણવી. તેમાં મેથીનું તૈયાર કરેલું પુરણ ભરી કચોરીની જેમ વાળી ફરીથી અટામણ લઈ પરોઠા બનાવવા. આ રીતે બધા પરાઠા તૈયાર કરી ફ્રાઈંગ પેનમાં ચારે બાજુ તેલ નાખી બદામી રંગનાં સાંતળી લેવા.

હેન્ડી ટીપ :

લોટ બાંધતી વખતે મેથી, બારીક સુધારેલી, લીલાં મરચાં, મીઠું લસણની પેસ્ટ અને મોણ નાખી લોટ બાંધીને પણ મેથીના પરોઠા બનાવી શકાય છે.

error: Content is protected !!