પાલક પનીર મસાલા

સામગ્રી :-

૧ કપ ઝીણી સુધારેલી પાલક,
૧ કપ પનીર ખમણેલું.
૧ ઝીણી ડુંગળી સમારેલી,
૧ લીલું મરચું ઝીણું સુધારેલું.
૧ ચમચી જીરું,
૧ લીંબુનો રસ,
મીઠું સ્વાદ પ્રમાણે,
૧ મોટો ચમચો તેલ.

રીત :-

એક પેનમાં તેલ ગરમ કરો. જીરું વઘારો. લીલા કાંદા, લીલા મરચાં સાંતળો. પછી પાલક નાખીને હલાવો. પનીર નાખીને થોડીવાર સાંતળો. મીઠું અને લીંબુનો રસ નાખી રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

error: Content is protected !!