પાપડીનું શાક

સામગ્રીઃ
૫૦૦ગ્રા. પાપડી,
આદું, મરચાં, લીલું લસણ,
હળદર, શાકનો મસાલો,
તેલ, સંચોરો, કોથમીર,
મીઠું, મરચું.

રીતઃ
પાપડીને છોલી નાખો. તપેલીમાં પાણી, મીઠું અને સંચોરો નાખી પાપડી ધોઈને નાખી દઈ, ચઢવા દો.ચઢ્યા પછી વાટેલાં આદું- મરચાં- લસણ- કોથમીર-મરચું- હળદર અને શાકનો મસાલો નાખી હલાવો. થોડીવાર રહેવા દઈ નીચે ઉતારો. (પાપડી- રીંગણ, પાપડી-રતાળું, પાપડી- મેથીના મૂઠિયાના મિશ્ર શાકો મનાવી શકાય છે.)

પોષકતાઃ
૧૨૦૦ કેલરી છે. શિયાળામાં મળતા પાપડીના શાકમાં સ્‍ટાર્ચ અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોઈ, તે સારું પોષણમૂલ્‍ય ધરાવે છે.

error: Content is protected !!