કાચી કેરીનું શરબત

સામગ્રી:-

1/2 કિલો કાચી કેરી,
10 થી 12 કપ પાણી,
વાટેલો ગોળ બે કપ,
6 નંગ મરી,
1/2 ચમચી મીઠું.

રીત:-

કેરીને ઘોઈને દસ મિનિટને માટે કૂકરમાં મૂકી દો. પછી કેરીને ઠંડી પડવા દો. ઠંડી થયા પછી તેને હાથ વડે મસળી નાખો અને છાલ દૂર કરો, ગોટલીમાંથી પણ મસળીને ગૂદો કાઢી લો. હવે આમાં પાણી, ગોળ, કાળા મરીનો ભૂકો અને મીઠું ઉમેરો. જો તમને ફુદીનાનો સ્વાદ પસંદ હોય તો થોડું ફુદીનાનું પેસ્ટ પણ ભેળવી શકો છો. સારી રીતે હલાવીને ઠંડુ થવા મૂકી દો. સર્વ કરતી વખતે આઈસ ક્યૂબ નાખવાને બદલે બરફનો ભૂકો નાખો.

error: Content is protected !!