સુરતી દાળવડાં

સામગ્રી :-

૧ કપ મગની પીળી દાળ (મોગરદાળ),
૧ કપ ચણાનો લોટ,
મીઠું પ્રમાણસર,
૨ ચમચી સાકર,
૧ લીંબુનો રસ,
૨ ચમચા આદું-મરચાં વાટેલા,
૨ ચમચા કોથમીર કાપેલી,
૧/૪ ચમચી ખાવાના સોડા,
તળવા માટે તેલ.

રીત :-

ત્રણથી ચાર કલાક પલાળેલી દાળને પીસી તરત જ તેમાં ચણાનો લોટ તેમજ થોડું પાણી નાખી જાડું ખીરું તૈયાર કરવું. મસાલો નાખવો. ખીરામાં તળતી વખતે થોડા સોડા નાખવા. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તળવા. ફુદીનાની ચટણી અથવા સોસ સાથે પીરસવું.

error: Content is protected !!