મેથીના પંજાબી પરોઠા

સામગ્રી :-

ઘઉંનો લોટ ૫૦૦ ગ્રામ,
૧ ઝૂડી મેથીની ભાજી,
૧ ઝૂડી કોથમીર,
૨ નંગ કાંદા, આદું, મરચાં, હિંગ, ગોળ,
આમલીનું પાણી તેલ માપસર.

રીત :-

કોથમીર તથા મેથીની ભાજી ઝીણી સમારી ધોઈને નીતારી લેવી. લોટમાં તેલ નાખી મીઠું, હળદર, તેલ, ગરમ મસાલો વિ. નાંખો. આદુ-મરચાં વાટેલા તથા ઝીણા સમારેલા કાંદા નાખવા. ગોળ આંબલીના પાણીથી પરોઠાનો લોટ બાંધવો. પૂરી જેવી વણી ધીમા તાપે શેકી લેવા. આ પરોઠા કોથમીર ફુદીનાની ચટણી સાથે પીરસવા.

error: Content is protected !!