ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અપાતી વિવિધ શિષ્યવૃત્તિઓનો મહત્તમ લાભ લેવા સંબંધિતોને નિયામક દ્વારા અનુરોધ

ગાંધીનગર, દેશગુજરાત: રાજ્ય સરકાર દ્વારા સરકારી અને બિન સરકારી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો તથા શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જુદી જુદી યોજનાઓ હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના તા.૧૪/૮/૨૦૧૭ના ઠરાવથી શિષ્યવૃત્તિઓના દર, બેઠકોની સંખ્યા તથા વાર્ષિક આવક મર્યાદામાં સને ૨૦૧૭-૧૮ના વર્ષથી વધારો કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ જુદી જુદી યોજનાઓ હેઠળ મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ તથા આવક મર્યાદા અને અરજી કરવા માટેની બાબતની જાણકારી મળી શકે અને જેનો દરેક વિદ્યાર્થી તથા વાલી વિસ્તૃત જાણકારી મેળવીને બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે તે માટેની વધુ વિગતો આ કચેરીની વેબસાઇટ www.egyan.org.in ઉપર મૂકવામાં આવી છે જેનો સંબંધિતોએ લાભ લેવા નિયામક ઉચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!