રમકડાંનું વેચાણ કરતી બ્રિટીશ કંપની હેમ્લીઝ હસ્તગત કરી રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડનું આંતરરાષ્ટ્રીય બજારમાં પદાર્પણ

મે 10, 2019, મુંબઇ/લંડન :
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ અને હોંગકોંગમાં લિસ્ટ થયેલી સી બેનર ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સે મે 9,2019ના રોજ હેમ્લીઝ બ્રાન્ડના માલિક સી બેનર ઇન્ટરનેશનલ પાસેથી હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડનો 100 ટકા હિસ્સો ખરીદવા માટે નિશ્ચિત કરાર કર્યા હતા. આ સોદાનું મૂલ્ય કેશ કંસીડરેશનમાં 67.96 મિલિયન પાઉન્ડ છે.

સન્ 1760માં સ્થપાયેલી હેમ્લીઝ 250 વર્ષના ઇતિહાસ સાથે વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી રમકડાંની દુકાન તરીકે અને રમકડાંને જિવંત બનાવીને વિશ્વભરના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવાની ખ્યાતિ ધરાવે છે. હેમ્લીઝ રમકડાંની ગુણવત્તા અને વિસ્તૃત શ્રેણીની સાથે થીયેટર, મનોરંજન અને તેના રીટેલના અનુભવના ઉપયોગનું અનોખું મોડલ ધરાવે છે. વૈશ્વિક સ્તરે હેમ્લીઝ 18 દેશોમાં 167 સ્ટોર્સ ધરાવે છે. ભારતમાં રિલાયન્સ હેમ્લીઝની માસ્ટર ફ્રેન્ચાઇઝી ધરાવે છે અને હાલમાં 29 શહેરોમાં 88 સ્ટોર્સ ધરાવે છે, જેમાંથી એક સ્ટોર અમદાવાદમાં આવેલો છે. આ હસ્તાંતરણથી રિલાયન્સ બ્રાન્ડ્સને વૈશ્વિક ટોય રીટેલ ઇન્ડસ્ટ્રીમાં પ્રભુત્વશાળી કંપની તરીકે પદાર્પણ કરશે.

રિલાયન્સ બ્રાન્ડ્સના પ્રેસિડેન્ટ અને સી.ઇ.ઓ. દર્શન મહેતાએ જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાક વર્ષોમાં હેમ્લીઝ બ્રાન્ડ હેઠળ ભારતમાં અમે ટોય રીટેલિંગ વ્યવસાયમાં મહત્વપૂર્ણ અને નફાકારક વ્યવસાયનું નિર્માણ કર્યું છે. ભૌતિક રીટેલિંગનો અનોખો અનુભવ વૈશ્વિક સ્તરે નવો માપદંડ બન્યો તેના દાયકાઓ અગાઉ આ 250 વર્ષ જૂની ઇંગ્લીશ ટોય રીટેલરે પ્રયોગાત્મક રીટેલિંગનો પાયો નાંખ્યો હતો. હેમ્લીઝ બ્રાન્ડ અને વ્યવસાયના વૈશ્વિક હસ્તાંતરણે રિલાયન્સને ગ્લોબલ રીટેલની અગ્રણી પંક્તિમાં સ્થાન અપાવ્યું છે. વ્યક્તિગત રીતે તો લાંબા સમયથી સેવેલું સ્વપ્ન સાકાર થયું છે.”

હેમ્લીઝે તેનો ફ્લેગશીપ સ્ટોર રીજેન્ટ સ્ટ્રીટ લંડનમાં 1881 શરૂ કર્યો. સાત મજલાને આવરી લેતો 54,000 ચોરસ ફૂટમાં પથરાયેલો ફ્લેગશીપ સ્ટોર રમકડાંની 50,000 લાઇન ધરાવે છે. આ લંડનનું ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસી આકર્ષણ છે, જેમાં દર વર્ષે લગભગ 50 લાખ મુલાકાતીઓ આવે છે. વર્ષ દરમિયાન ચાલતા રહેતા કાર્યક્રમો, પરેડ્સ નિદર્શનો અને વિસ્તૃત પ્રદર્શનોની વિશ્વભરતના બાળકો અને તરુણો મુલાકાત લે છે.

રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ વિષેઃ
રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (આર.બી.એલ.) 120 અબજ અમેરિકી ડોલરનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) નો હિસ્સો છે. આર.આઇ.એલ. નફો કરવાની રીતે ફોર્ચ્યુન ગ્લોબલ 500 રેન્કિંગમાં ભારતની પ્રથમ ક્રમાંક ધરાવતી કંપની છે. ફેશન અને લાઇફસ્ટાઇલ ક્ષેત્રમાં પ્રિમિયમથી લક્ઝરી સેગમેન્ટમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ ઇક્વિટીના પ્રારંભ અને સુગઠનના નિર્દેશ સાથે 2007માં આર.બી.એલ.એ તેની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. બ્રાન્ડ પાર્ટનરશીપના તેના વર્તમાન પોર્ટફોલિયોમાં અરમાની એક્સચેન્જ, બેલિ, બોટેગા વેનિટા, બ્રૂક બ્રધર્સ, બર્બેરી, કેનાલી, કોચ, ડી.સી., ડિઝલ, ડૂન, એમ્પોરિયો અરમાની, એર્મેનિજિલ્ડો ઝેના, જી-સ્ટાર રૉ, ગૅસ, જ્યોર્જિયો અરમાની, હેમ્લીઝ, હ્યુગો બોસ, હન્કમોલર, આકોનિક્સ, જિમી ચૂ, કેટ સ્પેડ ન્યૂયોર્ક, કર્ટ ગેઇઝર, માઇકલ કોર્સ, મધરકેર, મૂજી, પૉલ એન્ડ શાર્ક, પૉલ સ્મિથ, પૉટરી બાર્ન, પૉટરી બાર્ન કિડ્સ, ક્વિકસિલ્વર, રીપ્લે, રોક્સી, સેલ્વેટર ફેરાગેમો, સત્યા પૉલ, સ્ટીવ મેડન, સુપરડ્રાય, સ્કૉચ એન્ડ સોડા, થૉમસ પિંક, ટમી, લિલરોય એન્ડ બોશ અને વેસ્ટ ઇલ્મનો સમાવેશ થાય છે. આર.બી.એલ. હાલમાં ભારતમાં 420 સ્ટોર્સ અને 350 શૉપ-ઇન-શૉપનું પરિચાલન કરે છે.

error: Content is protected !!