રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઇરોઝ ઇન્ટરનેશનલમાં હિસ્સો ખરીદશે

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) અને ઇરોઝ ઇન્ટરનેશનલ પી.એલ.સી. (ઇરોઝ)એ આજે (બુધવારે) જાહેરાત કરી હતી કે આર.આઇ.એલ.એ તેની સહયોગી કંપનીના માધ્યમથી ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ઇરોઝમાં શેરદીઠ 15 અમેરિકી ડોલરની કિંમતે 5 ટકા હિસ્સો ખરીદવાની તૈયારી દર્શાવી છે. આ શેરદીઠ કિંમત છેલ્લા બંધ ભાવ પર 18 ટકાનું પ્રિમિયમ દર્શાવે છે.

વધુમાં, આર.આઇ.એલ. અને ઇરોઝ ઇન્ટરનેશનલ મીડિયા લિમિટેડ (ઇરોઝ ઇન્ડિયા)એ જાહેરાત કરી હતી કે તેઓએ ભારતમાં સંયુક્ત
રીતે વિષયવસ્તુનું સર્જન અને એકત્રીકરણ કરવા ભાગીદારી કરવા માટે પરસ્પર સહમતી સાધી છે. તમામ ભાષાઓની ભારતીય ફિલ્મો
અને ડિજીટલ મૂળકૃતિઓના સર્જન અને તેની ખરીદ માટે બંને કંપનીઓ રૂ.1,000 કરોડ (આશરે 150 મિલિયન અમેરીકી ડોલર)નું
ભંડોળ એકત્ર કરવા સરખા પ્રમાણમાં રોકાણ કરશે.

વધુમાં, ઇરોઝના સી.ઇ.ઓ. અને મેનેજિંગ ડાયરેક્ટર જ્યોતિ દેશપાંડે 17 વર્ષની તેમની કારકિર્દી બાદ એક્ઝિક્યુટીવ તરીકેની તેમની ભૂમિકાને છોડીને ચેરમેનની ઓફિસના પ્રેસિડેન્ટ તરીકે રિલાયન્સના મીડિયા અને મનોરંજન વ્યવસાયના વડા તરીકે કાર્યભાર સંભાળશે. દેશપાંડે આર.આઇ.એલ.માં તેમનો કાર્યભાર એપ્રિલ 2018થી સંભાળશે, પરંતુ ઇરોઝના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેની તેમની ભૂમિકા ચાલુ રાખશે. કિશોર લુલ્લા ઇરોઝના ગ્રૂપ ચેરમેન તથા સી.ઇ.ઓ.નું પદ ફરીથી સંભાળી લેશે. આર.આઇ.એલ.માં દેશપાંડે પ્રસારણ, ફિલ્મ, સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડિજીટલ, ગેમિંગ, એનિમેશન વગેરે જેવી વિષયવસ્તુ નિવસનતંત્ર (ઇકોસિસ્ટમ)ને લગતા કંપનીના મીડિયા અને મનોરંજન વ્યવસાયનું સંકલન કરીને વૃધ્ધિ કરશે. તે ઉપરાંત તેઓ આર.આઇ.એલ.ના મીડિયા વ્યવસાયમાં રહેલાં વર્તમાન રોકાણો જેમ કે વાયાકોમ અને બાલાજી ટેલિફિલ્મ્સનું સંકલન કરીને ભારતના લગભગ 20 બિલિયન અમેરીકી ડોલરનું કદ ધરાવતા અસંગઠીત મીડિયા અને મનોરંજન ક્ષેત્રના વ્યવસાયને સુગઠિત કરી તેના કદમાં વૃધ્ધિ કરવાની અને સંકલન કરવાનાં પગલાંનું નેતૃત્વ કરશે.

આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ઇરોઝ સાથેની ભાગીદારીથી અમે પ્રસન્ન છીએ, કારણ કે તેનાથી અમારાં આયોજનોમાં એકરૂપતા આવશે અને બંને માટે લાભપ્રદ ભાગીદારી બની રહેશે. રિલાયન્સ પરિવારમાં જ્યોતિ દેશપાંડેનું સ્વાગત કરતા અમે ખુશી અનુભવીએ છીએ અને માનીએ છીએ કે તે માત્ર અમારાં આયોજનોને વેગ આપશે એટલું જ નહીં પરંતુ ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવશે.

આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા કિશોર લુલ્લાએ જણાવ્યું હતું કે, મને ખુશી છે કે ઇરોઝે તેની મનોરંજનની યાત્રામાં ટેકનોલોજી, વિષયવસ્તુ અને ડિજીટલ સહિતની ઘણી એકરૂપતાઓ સાથે આર.આઇ.એલ. સાથે ભાગીદારી કરી છે. અમે ડિજીટલ અને વિષયવસ્તુના મોરચે વધુ આગળ વધી રહ્યા છીએ ત્યારે અમે જોડાણ અને વૃધ્ધિ કરવા માંગીએ છીએ. ઇરોઝની અતુલ્ય વૃધ્ધિયાત્રામાં જ્યોતિ દેશપાંડે મૂલ્યવાન હિસ્સો રહ્યાં છે અને મને વિશ્વાસ છે કે આર.આઇ.એલ.માં તેમની નવી ભૂમિકામાં તેઓ ઉદ્યોગમાં સકારાત્મક અસર ઊભી કરશે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.

જ્યોતિ દેશપાંડેએ જણાવ્યું હતું કે સન્ 1998થી કામ કરવાથી અને સંકળાયેલા રહેવાથી ઇરોઝ ગ્રૂપ મારી વ્યાવસાયિક કારકિર્દીનો
મહત્વનો ભાગ છે અને સાથે મળીને એક અદભૂત કંપનીનું નિર્માણ કરવાની તક આપવા બદલ હું કિશોર લુલ્લા અને ઇરોઝ પરિવારનો
આભાર માનું છું. મને ખુશી છે કે આર.આઇ.એલ.એ ઇરોઝ સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે તેથી આ સંબંધ ચાલુ રહેશે.
આર.આઇ.એલ.માં મારું નવું કાર્ય સિમાડાઓને વિસ્તારવાની, શ્રેષ્ઠતાના નવા માપદંડો સ્થાપવાની, વિશ્વસ્તરીય યુવા આગેવાનોની ટીમ તૈયાર કરવાની અને આ મહત્વાકાંક્ષાના નિર્માણ અને અમલને આર.આઇ.એલ.ની પરંપરા અનુસાર નવો સહભાગીતાનો અભિગમ અપનાવવાની તક પૂરી પાડશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિષેઃ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તમામ મુખ્ય નાણાંકીય માપદંડોના આધારે દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. 31 માર્ચ 2017ના રોજ તેનું કુલ ટર્ન ઓવર રૂ. 330,180 કરોડ (50.9 બિલિયન અમેરિકી ડોલર), રોકડ નફો રૂ. 42,800 કરોડ (6.6 બિલિયન અમેરિકી ડોલર), ચોખ્ખો નફો. રૂ. 29,901 કરોડ (4.6 બિલિયન અમેરિકી ડોલર) છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્ચુન ગ્લોબલ 500ની દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સ્થાન ધરાવે છે. હાલમાં આવકની દ્રષ્ટિએ તેનું 203મું સ્થાન છે તથા નફાની દ્રષ્ટિએ 110મું સ્થાન છે. રિલાયન્સ ફોર્બ્સ ગ્લોબલ 2000 લિસ્ટ (2017)માં 106ઠ્ઠુ અને ભારતની ટોચની કંપની તરીકેનું સ્થાન ધરાવે છે. લિકેડઇનની “ટોપ કંપનીઝ વ્હેર ઇન્ડિયા વોન્ટ્સ ટુ વર્ક નાઉ” (2017)માં રિલાયન્સ 10મા ક્રમે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રવૃત્તિઓ હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ અને માર્કેટીંગ, પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને 4જી ડિજીટલ સેવાઓમાં વિસ્તરેલી છે.

error: Content is protected !!