રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વડોદરા સ્થિત કેમરોક ઇન્ડસ્ટ્રીઝની અસ્કયામતો હસ્તગત કરશે

મુંબઈ, દેશગુજરાત: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તાજેતરમાં ગુજરાતમાં વડોદરા-સ્થિત કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લિમિટેડની અસ્કયામતોને વેચવા/નિકાલ કરવા 11 બેન્કોના કોન્સોર્ટીયમનું નેતૃત્વ કરતી અલ્લાહાબાદ બેન્ક દ્વારા યોજવામાં આવેલી ઇ-બિડિંગ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને તેમાં વિજેતા જાહેર થઈ હતી.

રિલાયન્સે કોમ્પોઝીટ બિઝનેસમાં પ્રવેશવા અને ભારતમાં વિશાળ અને વૃધ્ધિ પામતા બજારમાં અગ્રણી સ્થાન મેળવવાના હેતુથી આ ઓનલાઇન હરાજીમાં ભાગ લીધો હતો. કંપોઝીટર્સ પદાર્થોનો ઉપયોગ વિવિધ પ્રકારે પુનઃપ્રાપ્ય ઊર્જા, પરિવહન, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ પ્રકારના વ્યવસાયોમાં અને વિવિધ પ્રકારનાં ઔદ્યોગિક ઉત્પાદનોમાં કરવામાં આવે છે.

આ અસ્કયામતોથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોમ્પોઝીટ્સ અને કાર્બન ફાઇબર જેવા નવા પદાર્થોના ક્ષેત્રમાં પ્રવેશનો માર્ગ મોકળો થશે
અને તેના પેટ્રોરસાયણ વ્યવસાયના પોર્ટફોલિયોને વધારે મજબૂત બનાવી શકશે. આ અસ્કયામતોને હસ્તગત કરવા માટે કંપની જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરવાની વિધિઓ કરી રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિષે :

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તમામ મુખ્ય નાણાંકીય માપદંડોના આધારે દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. 31 માર્ચ 2017ના રોજ તેનું કુલ ટર્ન ઓવર રૂ. 330,180 કરોડ (50.9 બિલિયન અમેરિકી ડોલર), રોકડ નફો રૂ. 42,800 કરોડ (6.6 બિલિયન અમેરિકી ડોલર), ચોખ્ખો નફો રૂ. 29,901 કરોડ (4.6 બિલિયન અમેરિકી ડોલર) છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્ચુન ગ્લોબલ 500ની દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સ્થાન ધરાવે છે. હાલમાં આવકની દ્રષ્ટિએ તેનું 203મું સ્થાન છે તથા નફાની દ્રષ્ટિએ 110મું સ્થાન છે. રિલાયન્સ ફોર્બ્સ ગ્લોબલ 2000 લિસ્ટ (2017)માં 106ઠ્ઠું અને ભારતની ટોચની કંપની તરીકેનું સ્થાન ધરાવે છે.

લિંકેડઇનની “ટોપ કંપનીઝ વ્હેર ઇન્ડિયા વોન્ટ્સ ટુ વર્ક નાઉ” (2017)માં રિલાયન્સ 10મા ક્રમે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રવૃત્તિઓ હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ અને માર્કેટીંગ, પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને 4જી ડિજીટલ સેવાઓમાં વિસ્તરેલી છે.

error: Content is protected !!